ચોટીલામાં આપાગીગાના ઓટલા પાસે ગમખ્વાર અકસ્માત: ઓડી કારની અડફેટે માતા-દીકરીનાં કરુણ મોત
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


દીકરીના કોન્વોકેશનની ખુશી વચ્ચે પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ; એક પુરુષને ઈજા પહોંચતાં રાજકોટ સારવાર અર્થે ખસેડાયા, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. ઓડી કારની અડફેટે માતા-દીકરીનાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ૪૬ વર્ષીય અર્ચનાબેન અને ૬૦ વર્ષીય નયનાબેનનાં મોત થયાં હતાં. જ્યારે એક પુરુષને ઈજા પહોંચતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર દીકરીના કોન્વોકેશનની ખુશી વચ્ચે પ્રસાદ લેવા જઈ રહ્યો હતો ત્યારે આ ગોઝારી ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. ખુશીના પ્રસંગે પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડતાં પરિવારજનોમાં શોક છવાયો છે.
અકસ્માને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ કરુણ ઘટનાથી ચોટીલા પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રિપોર્ટર: નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

पूर्व सांसद बृजभूषण शरण सिंह का मड़हा गांव में भव्य आगमन, फूल-मालाओं से हुआ जोरदार स्वागत बेलघाट की…
पूरी खबर पढ़ें →
लखीमपुर खीरी। हमारेे जिले लखीमपुर खीरी के पिता-पुत्र ने एक साथ अधिकारी के रूप में देश की सेवा…
पूरी खबर पढ़ें →
समीर वानखेडे ब्युरो चीफ: शहर सहित पूरे जिले में बढ़ते ध्वनि प्रदूषण पर लगाम लगाने और नागरिकों को…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsअमरपाटन में शिक्षक कांग्रेस की प्रांतीय सभा एवं शैक्षिक चिंतन कार्यक्रम आयोजित, शिक्षकों की समस्याओं पर होगा मंथन…
पूरी खबर पढ़ें →
ਪ੍ਰਤੀਕ ਸੇਠੀ ਵੰਦੇ ਭਾਰਤ ਨਿਊਜ਼ ਫਰੀਦਕੋਟ :ਫ਼ਰੀਦਕੋਟ ਪ੍ਰੀ-ਪ੍ਰਾਇਮਰੀ ਅਤੇ ਪ੍ਰਾਇਮਰੀ ਪੱਧਰ ਦੇ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਸਮੇਂ ਦੇ ਹਾਣ ਦਾ…
पूरी खबर पढ़ें →
कोडरी घाट पर अवैध बालू खनन के खिलाफ कार्रवाई, खनन करते पकड़ी गई ट्रॉली बलरामपुर। जनपद में अवैध…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।