જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજીત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025 બોડેલી ખાતેની ખત્રી વિદ્યાલય ખાતે હાલ ચાલી રહ્યો છે તારીખ 13 ફેબ્રુઆરી 2025 થી 15 ફેબ્રુઆરી 2025 સુધી છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો દ્વારા તેમના વર્ગોમાં બાળકોના શિક્ષણને આનંદાયી, પ્રેરણાદાયી અને આત્મસાત થયેલ પ્રયોગોનું પ્રદર્શન યોજાઇ રહ્યું છે. જેમાં પ્રાથમિક વિભાગના 29 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 11 એમ કુલ મળી 40 જેટલા નવતર પ્રયોગોના સ્ટોલ ખત્રી વિદ્યાલય ખાતે ઈનોવેટીવ શિક્ષકો રજુ કરવામાં આવ્યા છે. જેમાં તારીખ 14 ફેબ્રુઆરી ના રોજ ડાયટના સિનિયર લેક્ચર બી.એમ.સોલંકી સાહેબ તથા ચીકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન થયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.કે.પરમાર સાહેબશ્રીના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ, શૈક્ષિક મહાસંધના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ, તાલુકા શૈક્ષિક મહાસંગના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી કોર્ડીનેટરશ્રીઓ, મુલાકાતી શિક્ષકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.