જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતમાં વીજ કનેક્શન, સર્વ શિક્ષા અભિયાનમાં શાળાના ઓરડા, પાકની નુકશાની, ડૉ.બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામશાળાના ઓરડા અને માળખાકીય સુવિધાઓ વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી. સાથે ગંગા સ્વરૂપ બહેનો વિધવા પેન્સન યોજનામાં બાકી લાભાર્થીઓને સહાય મળે તેનું આયોજન, સિવિલ ડીફેન્સની તાલીમ તમામ નાગરિકોને મળે તે માટેનું આયોજન અને ધરતી આબાની દરખાસ્તો સમય મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા માટે સુચના આપી હતી. સંકલન સમિતિની બેઠક સાથે પુરવઠા સલાહકાર સમિતિ, લો એન્ડ ઓર્ડર, રોડ સેફટી, ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, એનસીઓઆરડી, ડીએલએફસી, પ્રિવેન્સન ઓફ એટ્રોસિટી ઓન સીડ્યુલ ટ્રાઇબ કમિટી, ડીસ્ટ્રીકટ લેવલ મેન્યુઅલ સ્કેવેન્જર્સ વિજીલન્સ કમિટી અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ પ્રાયોજના અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, પ્રાંત અધિકારીશ્રી સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.