ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લોનાઓએ સમગ્ર જીલ્લામાં જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ જુગારબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓ તથા શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…… જે અન્વયે શ્રી એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના કવાંટ ટાઉનમાં આંબલી ફળીયામાં શીતલબેન કૌશિકભાઇ બારીયાના ઘરની બાજુમાં લાઇટના અજવાડે ખુલ્લી જગ્યામાં પૈસા વડે હારજીત નો જુગાર રમતા હોય જે બાતમી આધારે જુગારની પ્રવૃતિ ચાલતી હતી ત્યાં રેઇડ કરતા કુલ-૧૨ ઇસમોને જુગારના સાધન સાથે તથા અંગ ઝડતી રોકડા રૂપીયા કિ.રૂ.૨૬,૦૫૦/-તથા દાવ પર લગાવેલ રોકડા રૂપીયા કિ.રૂ.૨૬,૩૫૦/-મળી કુલ રોકડ રૂ.૫૨,૪૦૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ.કિ.રૂ.૧,૩૮,૪૦૦ /- નું સ્થળ ઉપર જ પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.