સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત પિતૃ તર્પણ વિધિ સંપન્ન
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રાવણ વદ તેરસના પાવન દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ દિવંગત પિતૃઓની આત્માની શાંતિ અને સદ્ગતિ અર્થે શ્રાદ્ધ-તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડાની આગેવાનીમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપદાન અને પિંડદાનની વિધિ સંપન્ન કરાઈ હતી.
પરંપરા અનુસાર કાવો-કસુંબો લીધા બાદ સમાજના કોટવાળ દ્વારા હાકલ કરવામાં આવી હતી. કોટવાળની હાકલ પડતાં જ ઉપસ્થિત સમગ્ર ખારવા સમાજના લોકોએ બ્રાહ્મણો પાસે પોતાના પિતૃઓ માટે દીવા પ્રગટાવી, પિંડ મૂકી તેમજ પીપળે પાણી રેડી પિતૃઓની મોક્ષપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે
આ ધાર્મિક પ્રસંગે ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, અધ્યક્ષ મોહનભાઈ આગિયા, મંત્રી શ્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ હોડી એસોસિઅન ના પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપ ના ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી તથા ખારવા સમાજના આગેવાન વિનુભાઈ ભૂત્તિ, કિશોરભાઈ ગોહેલ, ચુનીભાઈ ચોમલ, ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી સહિતના સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

કાશ્મીરના એક ગામમાં એક ઘરની અંદર 6 આતંકવાદીઓ છુપાયેલા હતા. સૈનિકોએ તે ઘરને ચારે તરફથી ઘેરી લીધું હતું.…
पूरी खबर पढ़ें →
માળીયા હાટીના ખાતે CRP કૃષિ સખી રિવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ…
पूरी खबर पढ़ें →
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા... વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…
पूरी खबर पढ़ें →
जावरा--- श्री सत्यनारायण मंदिर लाला गली जावरा के पुजारी एवं प्रसिद्ध कथावाचक श्री रविंद्र जी उपाध्याय (पप्पू महाराज)…
पूरी खबर पढ़ें →
ब्रजराजनगर के ब्रजेश्वरी मंदिर में भगवद कथा का भव्य आयोजन, भंडारे में उमड़ा पूरा शहर ब्रजराजनगर: स्थानीय ब्रजेश्वरी…
पूरी खबर पढ़ें →
थाना सनवाल जिला बलरामपुर रामानुजगंज छत्तीसगढ़ के धमनी रेंज अंतर्गत ग्राम डूमपान के करवननिया जंगल से श्याम लाल…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।