વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વાબેન વાડોયા ભાવુક થયા…
વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોવાની ક્ષણે જૂનાગઢના વિશ્વાબેન હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ ગયા હતા.જૂનાગઢના નાના ગામમાંથી આવતાં ૨૩ વર્ષીય વિશ્વા વાડોયા હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આટલી નજીકથી જોવાની ક્ષણ યાદગાર બની રહી છે. તેમને રૂબરૂ જોવાનો દિવસ તેમના જીવનનો ક્યારેય ન ભૂલાય તેવો દિવસ રહેશે. વિશ્વાના પિતા હિતેશભાઈ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો છે. વિશ્વાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભે તેમની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવ્યો. આ પહેલના કારણે તેમને નોકરી મળી અને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળી.
વિશ્વા બેને જણાવ્યું કે તેમના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી મળતી ન હતી. પરંતુ તેમના પિતાએ ખેલ મહાકુંભમાં તેમનું નામ નોંધાવ્યું, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. આ ઉપરાંત વિશ્વા બેને જણાવ્યું કે, “ખેલ મહાકુંભના કારણે મને નોકરી મળી. આ પહેલથી ખાસ કરીને ગામડાની છોકરીઓને પોતાના ગામમાંથી બહાર આવીને રમતગમત અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. મારા પરિવાર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ ઉપકાર હંમેશા રહેશે.” વિશ્વાએ પોતાના જીવનમાં આવેલી આ તક માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમને રૂબરૂ મળવાની આ ક્ષણ જીવનભર યાદગાર રહેશે
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

દાણા, કપડવંજ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોરણા અંતર્ગત આયુષ્માન આરોગ્ય કેન્દ્ર, દાણાના નવીન મકાનના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં…
पूरी खबर पढ़ें →
અરવલ્લી SOGનો સપાટો: રાજસ્થાનમાં ઢોર ચોરી કરી ૭ વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી મોડાસાથી ઝડપાચો ઝડપાયેલ આરોપી આશિક…
पूरी खबर पढ़ें →
वन्दे भारत टीवी न्यूज़ महेश निषाद *बल्लारपुर :* जनता विद्यालय सिटी ब्रांच, बल्लारपुर के छात्रों ने अपने खेल…
पूरी खबर पढ़ें →
પકડાયેલ આરોપીઓનું નામ સરનામુ ૧) મોહમ્મદઇરફાન જાફરમીયાાં શેખ રહેવાસી:નુરાની સોસાયટી, મોડાસા તા.મોડાસા જી. અરવલ્લી ૨) મોહમ્મદતોફીક અહેમદહુસેન બોરડીયા…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsવડોદરા કોર્પોરેશન માં વહીવટી વૉડ નં14 ના અંડરમાં છેલ્લા 1વષૅ થી વધારે સમય વિતી ગયો હોવા છતા પણ…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsઆણંદ : ₹40,000 500 આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર (PI) રાજદીપસિંહ વનારને લાંચ રૂશ્રત વિરોધી શાખા…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।