Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Kheda

કપડવંજમાં ૧૪૪ વર્ષથી ઉજવાતો રત્નાગીરી માતાજીનો લોકમેળો

24 Sep 2026, 10:59 AM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
કપડવંજમાં ૧૪૪ વર્ષથી ઉજવાતો રત્નાગીરી માતાજીનો લોકમેળો - KHEDA, गुजरात

કપડવંજ: કપડવંજની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરામાં વિશેષ સ્થાન ધરાવતો મોટા રત્નાગીરી માતાજી અને નાના રત્નાગીરી માતાજીનો લોકમેળો છેલ્લા ૧૪૪ વર્ષથી ભાદરવા સુદ બારસ, તેરસ અને ચૌદસના પવિત્ર દિવસોમાં પરંપરાગત રીતે ઉજવાય છે. ત્રણ દિવસ સુધી ચાલતા આ લોકમેળામાં કપડવંજ શહેર સહિત તાલુકાના આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

આ મેળા પાછળ કપડવંજના ઇતિહાસ સાથે જોડાયેલી લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે. કહેવાય છે કે વર્ષ ૧૮૮૨માં કપડવંજમાં કોલેરાનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો.

રોગચાળાને કારણે સમગ્ર શહેરમાં ભય અને હાહાકારનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે દરરોજ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થતા અને દિવસ ઉગતાં જ સ્મશાનમાં અનેક અગ્નિસંસ્કાર થતા.

આ વિકટ પરિસ્થિતિ દરમિયાન કાકડી ગામના એક બ્રાહ્મણ કપડવંજ આવ્યા હતા. લોકવાયકા મુજબ તેમણે માતાજીને સવા મણ તાંબાની નોબત કરાવવા અને વસ્ત્રો ધરાવવાની માનતા રાખવાની વાત કરી હતી.

ત્યારબાદ માતાજીની માનતા પૂર્ણ કરવામાં આવતા માત્ર ચાર દિવસમાં રોગચાળો શાંત પડ્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાની સ્મૃતિ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના પ્રતિકરૂપે ત્યારથી દર વર્ષે ભાદરવા સુદ બારસ, તેરસ અને ચૌદસની રાત્રે રત્નાગીરી માતાજીનો લોકમેળો યોજાય છે.

વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. મેળા દરમિયાન મોટા રત્નાગીરી અને નાના રત્નાગીરી માતાજીના મંદિરે દર્શન કરવા તથા માતાજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.

શહેર ઉપરાંત કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાંથી પણ લોકો પરિવાર સાથે અહીં આવી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. કપડવંજની આ ઐતિહાસિક ધાર્મિક પરંપરા માત્ર એક મેળો નથી, પરંતુ ૧૪૪ વર્ષથી ચાલી આવતી લોકઆસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહી છે.

પેઢી દર પેઢી આ પરંપરા આગળ વધતી રહેતાં રત્નાગીરી માતાજીનો મેળો કપડવંજની આગવી સાંસ્કૃતિક ઓળખ બની રહ્યો છે.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

हिमाचल प्रदेश जिला कांगडां .. बैजनाथ शहर में हुआ गणेश विसर्जन
Kangra24 Sep

हिमाचल प्रदेश जिला कांगडां .. बैजनाथ शहर में हुआ गणेश विसर्जन

हिमाचल प्रदेश जिला कांगङां धौलाधार पाहङौ में बसा.शिव नगर री.बैजनाथ में गणेश भगवान की शोभा यात्रा मुख्य बजार…

पूरी खबर पढ़ें →
हिमाचल प्रदेश जिला कांगडां .. बैजनाथ शहर में हुआ गणेश विसर्जन
Kangra24 Sep

हिमाचल प्रदेश जिला कांगडां .. बैजनाथ शहर में हुआ गणेश विसर्जन

हिमाचल प्रदेश जिला कांगङां धौलाधार पाहङौ में बसा.शिव नगर री.बैजनाथ में गणेश भगवान की शोभा यात्रा मुख्य बजार…

पूरी खबर पढ़ें →
लाडनूं स्थित जैन विश्व भारती में श्रद्धेय गुरुदेव परम पूज्य आचार्य श्री महाश्रमण जी के पावन सानिध्य में अखिल भारतीय तेरापंथ महिला मंडल द्वारा आयोजित 51वें राष्ट्रीय महिला अधिवेशन
सागर में भक्ति का अलौकिक संगम ‘ 1008 दीपों से जगमगाई बप्पा की महाआरती
Sagar23 Sep

सागर में भक्ति का अलौकिक संगम ‘ 1008 दीपों से जगमगाई बप्पा की महाआरती

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * सांसद डॉ. लता गुड्डू वानखेड़े के निज निवास…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!