જ્યારે નીમ કરોલી બાબાએ સ્વયં પસંદ કર્યું પોતાનું કિરદાર ભજવનાર પાત્ર !

ફિલ્મોની વાર્તાઓમાં આપણે અનેકવાર ચમત્કારો જોતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં પણ એવા ચમત્કારો સર્જાય છે, જે કોઈ ફિલ્મી પટકથાને પણ પાછળ પાડી દે. ફિલ્મ 'હનુમાન અંશ'ના સેટ પર બનેલી આવી જ એક ઘટના આશ્ચર્યચકિત કરી દે તેવી છે. એક જ રાતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી ફિલ્મના મુખ્ય હીરો બનવાની શોભિનવ સત્યની આ સફર ખરેખર કોઈ ચમત્કાર થી ઓછી નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક્ટર શોભિનવ સત્ય એ દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીની પહેલી પસંદ નહોતો. હકીકતમાં, તે તો આ ફિલ્મમાં કેમેરાની પાછળ રહીને આસિસ્ટન્ટ ડિરેક્ટર અને પ્રોપ્સ હેન્ડલર (સામાન સંભાળનાર) તરીકેની ફરજ બજાવી રહ્યો હતો. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે સેટ પર આવું સામાન્ય કામ કરતો યુવાન અચાનક આ જ ફિલ્મનો મુખ્ય ચહેરો બની જશે.
થયું એવું કે ફિલ્મના શૂટિંગની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી, સેટ લાગી ગયો હતો અને તમામ ક્રૂ મેમ્બર્સ પણ હાજર હતા. પરંતુ અચાનક જ અગાઉ પસંદ કરવામાં આવેલો મુખ્ય કલાકાર બીમાર પડી ગયો. ફિલ્મના ડિરેક્ટર વિશાલ ચતુર્વેદી ધર્મસંકટમાં મુકાઈ ગયા, કારણ કે ફિલ્મનું બજેટ ખૂબ જ મર્યાદિત હતું અને મોટો ખર્ચ પહેલેથી જ થઈ ચૂક્યો હતો. જો બીમાર એક્ટરના સાજા થવાની રાહ જોવામાં આવે, તો ફિલ્મ દેવામાં ડૂબી જાય તેવી પૂરેપૂરી શક્યતા હતી.
આ કટોકટીના સમયે ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીની નજર અચાનક કેમેરા પાછળ ઊભેલા શોભિનવ સત્ય પર પડી. શોભિનવની સાદગી અને તેના ચહેરા પરના ભાવો જોઈને ડિરેક્ટરને તેમાં નીમ કરોલી બાબાની ઝલક દેખાઈ. જ્યારે નીમ કરોલી બાબાના યુવાનીના ફોટા સાથે શોભિનવનો ચહેરો સરખાવવામાં આવ્યો, ત્યારે બંને એકદમ સમાન જેવા જ દેખાઈ રહ્યા હતા. જોકે ડિરેક્ટરે ઉતાવળ કરવાને બદલે શોભિનવનો પાંચ કલાક લાંબો સ્ક્રીન ટેસ્ટ લીધો અને ત્યારબાદ નીમ કરોલી બાબાના પાત્ર માટે તેને ફાઇનલ કરવામાં આવ્યો. જરા કલ્પના કરો કે જે યુવાન ગઈકાલ સુધી માત્ર સેટ પર સહાયક તરીકેનું કામ સંભાળતો હતો, તે બીજા જ દિવસે સવારે કેમેરાની સામે મુખ્ય હીરો બનીને ઊભો હતો.
આ આખી ઘટના વિશે જાણીને એવું જ પ્રતીત થાય છે કે જાણે સ્વયં નીમ કરોલી બાબાએ જ પોતાનું પાત્ર ભજવવા માટે શોભિનવની પસંદગી કરી હોય. તેની દમદાર એક્ટિંગ અને સાદગીનો જ કમાલ હતો કે માત્ર ૨ કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે આજના દિવસ સુધીમાં બોક્સ ઓફિસ પર ૮૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચી દીધો.
ઈશ્વર ક્યારે અને કયા સ્વરૂપમાં તમારા ભાગ્યનો દરવાજો ખોલી દે, તે કોઈ કલ્પી શકતું નથી. સાચી નિષ્ઠા અને દૈવીકૃપાનું મિલન થાય ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. ખરેખર આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.
આલેખન : નિખિલ દરજી, ઉમરગામ (જિ. વલસાડ)
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







