GSRTCની વધારાની બસમાં વિદ્યાર્થી પાસ અને દિવ્યાંગ પાસ બંને નહીં ચાલે?
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


GSRTCની ચોટીલા–રાજકોટ મીની બસમાં વિદ્યાર્થી પાસ અને દિવ્યાંગ પાસ અંગે વિવાદ ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, ચોટીલા–રાજકોટ રૂટ પર દોડતી મીની બસ રાજકોટ પહોંચ્યા બાદ આગળ જૂનાગઢ જવાની છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એક જ બસ આગળ જૂનાગઢ સુધી જવાની હોય તો તેમાં વિદ્યાર્થી પાસ અને દિવ્યાંગ પાસ માન્ય કેમ નથી?
વિદ્યાર્થીઓ પાસ માટે પૈસા ચૂકવે છે અને દિવ્યાંગ મુસાફરોને પણ પાસની સુવિધા આપવામાં આવે છે. તો પછી એક્સ્ટ્રા બસ કે મીની બસના નામે પાસનો લાભ કેમ ન મળે?
આ અંગે બસના કંડક્ટર દ્વારા પાસ નહીં ચાલે તેમ જણાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સુરેન્દ્રનગર અને વાંકાનેર ST ડેપો પર ફોન કરતાં પણ વિદ્યાર્થી તથા દિવ્યાંગ પાસ અંગે નકારાત્મક જવાબ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
GSRTC તંત્રને સીધા સવાલ:
ચોટીલા–રાજકોટ મીની બસમાં વિદ્યાર્થી પાસ કેમ નહીં?
દિવ્યાંગ મુસાફરોનો પાસ કેમ નહીં?
રાજકોટથી આગળ જૂનાગઢ જતી બસમાં પણ આ જ નિયમ લાગુ પડે છે?
જો પાસ માન્ય નથી તો તેનો સત્તાવાર પરિપત્ર ક્યાં છે?
વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ મુસાફરોને સ્પષ્ટ જવાબ કોણ આપશે?
વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ મુસાફરોના હિતમાં GSRTCના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરવી જોઈએ.
પાસના પૈસા ભરતા મુસાફરોને નિયમોની અસ્પષ્ટતાને કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે જરૂરી છે.
રિપોર્ટર : નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

आप सभी से निवेदन हे कि जिस किसी को दिखे इस नंबर पर फोन करे बुजुर्ग सबके होते…
पूरी खबर पढ़ें →
जालंधर 20 नवंबर (परमिंदर सिंह ) : संत शिरोमणि स्वामी सत्यानंद जी महाराज एवं परम तपस्विनी 'मां' शकुंतला…
पूरी खबर पढ़ें →
भैरुंदा। पंचायत समिति भैरुंदा के सभागार में विकास अधिकारी सीमा गोड़ की अध्यक्षता में विभिन्न सरकारी योजनाओं एवं…
पूरी खबर पढ़ें →
भारत घूमने आई एक रशियन लड़की सड़क किनारे टहल रही थी, तभी उसकी नज़र हिंदुस्तान के सबसे मशहूर…
पूरी खबर पढ़ें →
प्रधानाचार्य डॉ. कमल कौशिक ने हरी झंडी दिखाकर किया रैली को रवाना। ---------------------- कासगंज। महेंद्र इण्टर कॉलेज, गढ़ी…
पूरी खबर पढ़ें →
जिला जनसम्पर्क कार्यालय धनबाद दिनांक- 19 नवंबर 2026 जिला प्रशासन, धनबाद द्वारा उपायुक्त श्री आदित्य रंजन के कुशल…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।