ગુજરાત રાજ્ય ના સોમનાથ જિલ્લા ના બોડીદર દેવાયત ગઢ માં 18 નવેમ્બર શૌર્ય દિવસ શોભા યાત્રા ની ધ્વજારોહણ ભવ્ય ઉજવણી

*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય ઉજવાઈ*
ગીર સોમનાથ જીલ્લા માં આવેલું ગીર ગઢડા તાલુકા ના બોડીદર (દેવાયતગઢ )માં આહિર સેવા સમાજ દ્વારા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામના શ્રી રામજી મંદિરથી દેવાયત ગઢ બોડીદર સુધી નીકળી ભવ્ય રેલી; રેઝાંગલાના વીર આહીર શહીદોના શૌર્ય, બલિદાન અને દેશભક્તિને કરાયા વંદન
ગીર ગઢડા : આહિર સેવા સમાજ દ્વારા આહિર શૌર્ય દિવસની ભવ્ય, ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામેથી દેવાયત ગઢ બોડીદર સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈ સમાજની એકતા, સંગઠન અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું.
વડવિયાળા ગામેથી દેશભક્તિ અને શૌર્યના ગગનભેદી નારા સાથે રેલીનો પ્રારંભ થયો હતો. રેલી ગીર ગઢડા ખાતેના 2 નંબર સર્કલ શ્રીજી કોમ્પ્લેક્સ આહિર સેવા સમાજ ની ઓફીસે સ્વાગત કર્યું ત્યારબાદ કાણકિયા ગામે રેલીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતથી રેલીમાં જોડાયેલા સમાજના લોકોનો ઉત્સાહ બમણો થયો હતો.
ત્યારબાદ ભવ્ય રેલી દેવાયત ગઢ બોડીદર ખાતે વીર સપૂત દેવાયત બાપા બોદરની પવિત્ર જન્મભૂમિ પર પહોંચી હતી. જ્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને વીર દેવાયત બાપા બોદરને ભાવપૂર્વક યાદ કરી સાથે બધા સાથે પ્રસાદી લઈ આહીર શૌર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આગળના કાર્યક્રમ અંતર્ગત વીર આહિર દેવાયત બાપા બોદરના ધર્મપત્ની સવધી માં (સોનબાઈ માં)ના સાનિધ્યમાં વિઠલપુર ખાતે રેલી પહોંચી હતી,ભાઈઓ દ્વારા શોભા યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું ત્યાં હનુમાન મંદિર, રામદેવપીર મંદિર,મહાદેવ મંદિર તેમજ સત્યુઆઈ ને ધ્વજા રોહણ કરી આ અડીખમ ટીંબા ની જગ્યા મા પ્રસાદી લઈ વર્ષ1962 ના ભારત- ચીન યુધ્ધમાં લદ્દાખના રેઝાંગલા ખાતે માતૃભૂમિ ની રક્ષા કાજે અદમ્ય સાહસ,શૌર્ય અને વીરતાનું પ્રદર્શન કરી સર્વોચ્ચ બલિદાન આપનાર 114 વીર જવાનો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યાર બાદ
*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર*
*જય સવધી માં*
*જય યાદવ જય માધવ જય જવાન*
મારા ગુજીયા ત્યાર બાદ કાર્યક્રમ નુ સમાપન કરવામાં આવ્યું હતું,
આ ઉજવણી દરમિયાન વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધમાં લદ્દાખના રેઝાંગલા ખાતે માતૃભૂમિની રક્ષા કાજે અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતાનું પ્રદર્શન કરી સર્વોચ્ચ બલિદાન આપનાર 114 વીર આહિર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેઝાંગલાના આ વીર શહીદોનું બલિદાન સમગ્ર દેશ માટે ગૌરવ અને આહિર સમાજની આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું અમૂલ્ય પ્રતિક છે
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







