જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં કુલ ૨૨,૨૪૨ ભાવિકોને અપાઈ આરોગ્ય સારવાર…
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા શ્રદ્ધાળુઓની આરોગ્ય સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટથી લઈને ગિરનાર પર્વત સુધી વ્યાપક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તા. ૧૯થી ૨૪ નવેમ્બર દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કુલ ૨૨,૨૪૨ લોકોને આવશ્યક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. પરિક્રમામાં પધારતા શ્રદ્ધાળુઓની સુવિધા અને આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને તા. ૧૯ નવેમ્બરથી જ એમ્બ્યુલન્સ, જીવનરક્ષક દવાઓ સહિતની આરોગ્ય સેવાઓ કાર્યરત કરવામાં આવી હતી. પરિક્રમા રૂટ પર હંગામી દવાખાનાં ઊભાં કરવાની સાથે રાવટીઓમાં પણ મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત ગિરનાર પર્વત પર પણ યાત્રિકોની અવરજવર અને ધસારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરિક્રમા દરમિયાન આપવામાં આવેલી સારવારમાં ૧૪,૪૫૬ લોકોને શરીરના દુખાવા, ૧,૪૦૯ને તાવ, ૪,૧૪૨ને શરદી, ૨૫૨ને ઝાડા, ૨૧૮ને ઊલટી અને ૯૧ને ઝાડા-ઊલટીની સારવાર આપવામાં આવી હતી. જ્યારે ૧,૫૨૩ લોકોને અન્ય જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા ૯૯ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા.
પરિક્રમાના અંતિમ દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા ૬૪૫ જેટલા લોકોને સારવાર આપવામાં આવી હતી. આમ, ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સુઆયોજિત આયોજન અને સઘન કામગીરી થકી સમગ્ર પરિક્રમા રૂટ પર સતત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ આરોગ્ય સેવાઓને ભાવિકોએ પણ બિરદાવી હતી.
#junagadh #people #parikrama
સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

वांझ गांव में 1.60 लाख लीटर क्षमता वाली नई पानी की टंकी का भूमि पूजन संपन्न पेयजल सुविधा…
पूरी खबर पढ़ें →
માં ચામુંડાના જયઘોષથી ગુંજી ઊઠ્યું ચોટીલા ધામ, સાંજની આરતીમાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી ચોટીલા: ગુજરાતના સુપ્રસિદ્ધ…
पूरी खबर पढ़ें →
રાજકોટ રેન્જ SOGની કાર્યવાહીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, એકની અટકાયત અને ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા…
पूरी खबर पढ़ें →
जम्मू-कश्मीर के सैन्य एयरबेस पर फिदायीन हमले की तैयारी कर रहा जुबैर जेहादी आतंकवादी मेरठ से गिरफ्तार, शहजाद…
पूरी खबर पढ़ें →
बिना हिजाब पहने कॉन्सर्ट में गाना गाने पर 29 साल की ईरानी सिंगर परस्तू अहमदी को 74 कोड़े…
पूरी खबर पढ़ें →
*हरिद्वार में गुंजी न्याय की आवाज, निकली विशाल धर्म रक्षा रैली* हरिद्वार। पूज्य संत श्री आशारामजी बापू के…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।