A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

ચીખલી રેન્જનાં વન ર્મીઓની ટીમે સાગી ચોસાનોથ્થોઝડપી પાડ્યો

ચીખલી રેન્જનાં વન ર્મીઓની ટીમે સાગી ચોસાનોથ્થોઝડપી પાડ્યો

ડાંગ

દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડીસીએફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચિખલી રેંજનાં આરએફઓ સરસ્વતીબેન ભોયા સહીત વનકર્મીઓની ટીમે લાગુ જંગલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન ચીખલી રેંજનાં આરએફઓ સરસ્વતીબેન ભોયાને વાસુર્ણા રાઉન્ડ બીટનાં ખાપરી જંગલ વિસ્તારમાંથી વિરપક્ષો સાગી લાકડાની
તસ્કરીને અંજામ આપી રહ્યાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે ચીખલી રેંજનાં આરએફઓ સહીત વનકર્મીઓની ટીમ વાસુર્ણા રાઉન્ડ બીટનાં ખાપરી જંગલ વિસ્તારમાં આકસ્મિક પોહચી ગઈ હતી. અહી વનકર્મીઓની ટીમને જોઈને લાકડાચોર ભાગી છૂટ્યા હતા. જેથી ચીખલી રેંજનાં વનકર્મીઓની ટીમે સ્થળ પરથી ૬ નંગ સાગી ચોરસા જે ૧.૦૧૪ ઘન મીટર જેની અંદાજીત કિંમત ૩૬ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં વન વિભાગે લાકડાનો જથ્થો કબ્જે કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તેદરમ્યાન
ચીખલી રેંજનાં વનકર્મીઓની ટીમે શંકાનાં આધારે સુંદા, ગોળસ્ટા અને ખાપરી ગામનાં પાંચ જેટલા યુવાનોને પકડી રેંજ કચરી ખાતે લાવ્યા હતા.જેની જાણ આ ગ્રામજનોને થતા તેઓએ ચીખલી ખાતે પોહચી રેંજ કચેરીનો ઘેરો ઘાલતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સાથે વાતાવરણ
તંગ બનતા વનવિભાગની ટીમે રેંજ કચેરીનાં ગેટને તાળું મારી લોકોની પ્રવેશબંધી કરી હતી.અહી ખાપરી અને સુંદા ગામનાં આદિવાસી યુવાનોને લાકડા ચોરીનાં આરોપ સર વન વિભાગે અટક કરતા ગ્રામજનો અને વન કર્મીઓ આમને સામને આવ્યા હતા.તેમજ ઘોઘલી ગામનાં સરપંચ નરેશભાઈ ભોયેએ ચીખલી રેંજ કચેરી ખાતે પોહચી વન અધિકારીઓને
કડક શબ્દોમાં ચેતવણી આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Back to top button
error: Content is protected !!