गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લામાં અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વન બંધુ કલ્યાણ ૨.૦ યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

યોજનાકીય વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ-અધિક મુખ્ય સચિવશ્રી જગદિશ પ્રસાદ ગુપ્તા

છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગની વન બંધુ કલ્યાણ ૨.૦ યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવશ્રી જગદિશ પ્રસાદ ગુપ્તાના અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કચેરીને ફાળવેલ ગ્રાન્ટ અંતર્ગત થયેલ કામોના પ્રગતિ અંગેને વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવશ્રી જગદિશ પ્રસાદ ગુપ્તાએ પ્રયોજના વહિવટદાર કચેરીના અધિકારીશ્રીઓ સાથે યોજનાકિય બાબતો પર ચર્ચા કરતા જણાવ્યું કે જિલ્લામા જે કામોની જરૂરીયાત છે તેને પ્રાથમિકતા આપવામાં આવે.વિકાસ કામોના આયોજનનું અમલીકરણ વખતે આવતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. યોજનાકિય વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ.જે વિકાસ કાર્યો પ્રગતિમાં છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે. માળખાકિય સુવિધાઓના કામોનું મોનિટરીંગ કરવામાં અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તીયાઝ શૈખ, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહીત સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!