A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024गुजरातताज़ा खबर

પાટણ પંથકની ક્ષત્રારાણીઓએ પોતાના સ્વભિમાનની જીત માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા

પાટણ પંથકની ક્ષત્રારાણીઓએ પોતાના સ્વભિમાનની જીત માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા

ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો: રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દિકરીઓ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમો સાથે રવિવારે રાજપૂત સમાજ ની મહિલાઓ પણ એક દિવસીય પ્રતીક ઉપવાસ પર બેસી પોતાની સ્વાભિમાનની લડાઈ મા તેઓ નો વિજય થાય અને ધંમડી ભાજપ સરકારની શાન ઠેકાણે આવે તેવી કામના સાથે મા ભવાની સન્મુખ પ્રાથૅનાઓ કરી હતી.

પુરુષોતમ રૂપાલાનો વિરોધ નોંધાવવા સંકલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો ઉપર રાજપૂત સમાજ ની મહિલાઓ ના ધરણાં કાર્યક્રમ ની જાહેરાતના અનુસંધાને પાટણ રાજપૂત સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ કરી ‘હાકલ કરી હતી કે અમે રાજપૂતાણીઓ, ભાજપ તારાં વળતાં પાણી’, ‘જય ભવાની ભાજપ જવાની’ સહિતનાં સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

Back to top button
error: Content is protected !!