ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી સી એલ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશ મિશનની બેઠક યોજાઈ
ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી સી એલ પટેલના હસ્તે લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમ પત્ર એનાયત કરાયા
સ્વચ્છ ભારત મિશન ( ગ્રામીણ ) અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશ મિશનની બેઠક મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેકટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમ પત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે જણાવ્યું હતું કે, આજે ૧૯ નવેમ્બર વિશ્વ સૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના ઉપક્રમે સ્વચ્છતા અંગેની જનજાગૃતિ વધારવા માટે અને સ્વચ્છતા અંગે તમામ નાગરિકોની લોક ભાગીદારી વધારવા માટે ૧૯મી નવેમ્બર થી ૧૦ મી ડિસેમ્બર સુધી અમારું શૌચાલય અમારું સન્માન ઝુંબેશ ચલાવાશે.
જેના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશ મિશનની મિટિંગ યોજાઈ જેમાં જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક સૌચાલાયો છે તેનો એક સર્વે કરીને જ્યાં એનું રીપેરીંગ મરામત કરવાની જરૂર હોય તે કરવામાં આવશે સાથે પ્રાથમિક શાળા, આંગણવાડી અને જિલ્લાની તમામ સરકારી ઓફિસોમાં પણ સૌચાલય અને પીવાના પાણી બાબતની સુવિધાઓ માટે અને સુવિધામાં જે કંઈક ખૂટતું હોય તેને કઈ રીતે યોગ્ય સારી રીતે કરી શકાય એ માટેનું સમગ્ર પ્લાનિંગ આજરોજ કરવામાં આવ્યું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઑ, ગામના સરપંચશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.