उदैपुरगुजरात

બોડેલી–મોડાસર ચોકડીથી કવાંટ સ્ટેટ હાઈવેની ખરાબ હાલત સામે ગ્રામજનોનો ચક્કાજામ

ઘટનાની જાણ થતા આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવી

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી મોડાસર ચોકડીથી કવાંટ સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાને કારણે મગનપુરા બસ સ્ટેન્ડ નજીક ખેડૂતો અને ગ્રામજનોએ ચક્કાજામ કરીને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. માર્ગની દયનીય હાલત અંગે અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ ન મળતાં લોકોની સહનશક્તિ તૂટતા આજુબાજુના 20થી વધુ ગામોના નાગરિકો રસ્તા પર ઉતર્યા હતા. ચક્કાજામ દરમિયાન ત્રણ કિલોમીટર જેટલી વાહન કતારો લાગી જતાં મુસાફરો સહિત અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતા આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવી લોકોને શાંત કર્યા હતા અને માર્ગ પર મોટા કપચા પર ડામર પાથરી ખાડા ઓ પુરી આપવા આપવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ વર્ષ પહેલાં શિહોદ ભારજ નદી પરનો પુલ બે ભાગમાં વહેંચાયા બાદ વાહનવ્યવહારનું ડાયવર્ઝન મોડાસર ચોકડી તરફ આપવામાં આવ્યું હતું, જેના કારણે આ માર્ગ પર દબાણ વધી રસ્તો વારંવાર ખરાબ થવા લાગ્યો છે. વારંવારની મુશ્કેલી સામે પ્રજાએ ચક્કાજામનું હથિયાર ઉપાડતા તંત્ર હરકતમાં આવ્યું હતું. બાદમાં બોડેલી પોલીસ અને તંત્રની સમજાવટ પછી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક હળવો થતા મુસાફરોને રાહત મળી હતી.. હવે જોવું રહ્યું કે આર એન બી વિભાગ ક્યારે ખાડા પૂરશે…….

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!