उदैपुरगुजरात

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું કરાયું આયોજન

છોટાઉદેપુર જિલ્લા વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવમાં આવ્યું

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. વિકસિત ભારત’ના સંકલ્પ સાથે રાષ્ટ્રસેવામાં જોડાય તે હેતુથી રાજ્યના તમામ જિલ્લામાં તા.૧૬ નવેમ્બર, ૨૦૨૫ થી ૨૨ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાનું કરવામાં આવ્યું છે. આ પદ યાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટીકોણને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવમાં આવ્યું હતું. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સરદાર@ ૧૫૦ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા સાફ-સફાઈ, યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!