કપડવંજ સીએસસી ખાતે ટીબીના દર્દીઓને અમૂલ ડેરી દ્વારા પોષણ કીટનું વિતરણ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


કપડવંજ : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજરોજ કપડવંજ સીએસસી (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર) ખાતે ટીબીના લાભાર્થીઓને અમૂલ ડેરી તરફથી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સારવાર દરમિયાન સ્વાસ્થ્ય જાળવી શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ચેતનસિંહ પરમાર, કપડવંજ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી સેજલબેન પટેલ, મામલતદારશ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અંકુરભાઈ પટેલ, ટીબી સુપરવાઇઝર શ્રી જયદીપસિંહ ચાવડા, શ્રી કિશનભાઈ પરીખ, અર્બન મેડિકલ ઓફિસરશ્રી તથા થશે ટી.એચ.એસ.શ્રી રમેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટીબીના લાભાર્થીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.
ટીબીના દર્દીઓની સારવારની સાથે પૌષ્ટિક આહારનું પણ વિશેષ મહત્ત્વ છે. આવા સેવાકીય પ્રયાસોથી દર્દીઓને પોષણ સહાય મળી રહે છે અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદ મળે છે.
કાર્યક્રમને સફળ બનાવવા કપડવંજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબી અધિકારીઓ અને સમગ્ર અર્બન સ્ટાફે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, સહયોગીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

कोटर, सतना। जिले के कोटर थाना क्षेत्र अंतर्गत ग्राम अकौना में स्थित पीहू किराना स्टोर पर उधारी को…
पूरी खबर पढ़ें →
महोबा / कबरई:* आज तड़के करीब 7 बजे महोबा रोड स्थित जियो पेट्रोल पंप के पास बड़ा सड़क…
पूरी खबर पढ़ें →
नोएडा के ग्राम सलारपुर (सेक्टर-81) के ग्रामीणों की लंबे समय से चली आ रही मांग को पूरा करते…
पूरी खबर पढ़ें →
पंकज कथूरिया जिला संवाददाता बाहादराबाद हरिद्वार (उत्तराखंड) Vande bharat October 22, 2026 हरिद्वार। कांग्रेस की राष्ट्रीय प्रवक्ता रागिनी…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsजयपुर। श्री मैढ़ क्षत्रिय स्वर्णकार समाज जयपुर पश्चिम (रजि.नं. 491/जयपुर/2007-08) द्वारा समाज के पुरोधा महाराजा अजमीढ़ जी की…
पूरी खबर पढ़ें →
आगर-मालवा। त्योहारों में जनसुरक्षा से खिलवाड़ बर्दाश्त नहीं होगा। कार्बाइड गन के खतरनाक इस्तेमाल पर प्रभावी नियंत्रण, पराली…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।