ચોટીલામાં જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન, કલાકારો પર લોકોએ વરસાવ્યો નોટોનો વરસાદ
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


ચોટીલા: સંત શિરોમણી શ્રી જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલામાં લોકડાયરો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ પશુઓના લાભાર્થે લોહાણા મહાજન પરિવાર – ચોટીલા દ્વારા આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
સોમવાર, તા. 16 નવેમ્બર 2026ના રોજ જૂની મામલતદાર કચેરીની બાજુમાં આવેલા તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. લોહાણા સમાજના આગેવાન મુકેશભાઈ ખંભર મુખ્ય આયોજક તરીકે જોડાયા હતા.
કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી, લોકગાયિકા નયનાબેન પટેલ, ભજનિક ભરતભાઈ ચૌહાણ, ભરતમારાજ તથા લોકગાયક રાહુલભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં રજૂઆતો કરી હતી. અલ્પેશ મારાજે સાઉન્ડ તથા વાસુકી સાઉન્ડ – થાનગઢ દ્વારા સાઉન્ડની જવાબદારી સંભાળવામાં આવી હતી.
સાંજે 7થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે 8:30 વાગ્યે લોકડાયરાનો પ્રારંભ થયો હતો. કલાકારોની સુંદર રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. લોકોએ કલાકારો પર નોટોનો વરસાદ વરસાવી ઉત્સાહભેર દાદ આપી હતી.
અબોલ પશુઓની સેવા જેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
રિપોર્ટર : નમન દવે
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

ચોટીલા: સંત શિરોમણી શ્રી જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલામાં લોકડાયરો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ…
पूरी खबर पढ़ें →
ચોટીલા: સંત શિરોમણી શ્રી જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલામાં લોકડાયરો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ…
पूरी खबर पढ़ें →
ચોટીલા: સંત શિરોમણી શ્રી જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલામાં લોકડાયરો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ…
पूरी खबर पढ़ें →
, वन्दे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी,8225072664* मध्यप्रदेश के सागर जिले की रहली तहसील में सुनार…
पूरी खबर पढ़ें →
(ब्यूरो चीफ विकास विजन की रिपोर्ट) चंडीगढ़/खन्ना, 17 नवंबर (विकास विजन) : श्री गुरु नानक देव जी के…
पूरी खबर पढ़ें →
ककेड़ी। ग्राम ककेड़ी में डड़सेना कलार समाज द्वारा भगवान श्री राजराजेश्वर सहस्रबाहु अर्जुन देव की जयंती श्रद्धा, भक्ति…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।