Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
A2Z सभी खबर सभी जिले की

સો કરોડની ક્લબમાં હનુમાન અંશની ભવ્ય એન્ટ્રી અને બોલિવૂડનો તૂટતો અહંકાર

06 Sep 2026, 08:43 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
સો કરોડની ક્લબમાં હનુમાન અંશની ભવ્ય એન્ટ્રી અને બોલિવૂડનો તૂટતો અહંકાર - JUNAGADH, गुजरात

માત્ર ૨ કરોડના સામાન્ય બજેટમાં બનેલી સાત્વિક અને ભક્તિમય ફિલ્મ ‘હનુમાન અંશ’ ૧૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરીને ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખી રહી છે. ભારતીય સિનેમાજગતમાં એક એવો સમય હતો જ્યારે મોટા બજેટ અને સ્ટારડમ વગર કોઈપણ ફિલ્મની સફળતાની કલ્પના કરવી અશક્ય લાગતી હતી.

પરંતુ તાજેતરની ભક્તિમય ફિલ્મ હનુમાન અંશે આ તમામ જૂની માન્યતાઓને ધરમૂળમાંથી હચમચાવી નાખી છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મે દર્શકોના હૃદયમાં એક એવું અનોખું સ્થાન બનાવ્યું છે, જેની કલ્પના મોટા ભાગના ફિલ્મ સમીક્ષકોએ પણ નહોતી કરી.

માત્ર ૨ કરોડ રૂપિયાના નજીવા બજેટથી તૈયાર થયેલી આ કૃતિએ ૧૦૦ કરોડ રૂપિયાનો નેટ કલેક્શનનો આંકડો વટાવીને બોક્સ ઓફિસ પર એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સફળતા માત્ર આર્થિક નથી, પરંતુ ભારતીય દર્શકોની બદલાતી રુચિ અને સાત્વિક કન્ટેન્ટ પ્રત્યેના તેમના વધતા આકર્ષકનું પણ સ્પષ્ટ પ્રમાણ છે.

​આ ફિલ્મે કમાણીના મામલામાં અગાઉના અનેક મોટા રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. પાંચમા અઠવાડિયામાં સૌથી વધુ કમાણી કરવાનો ‘ધુરંધર’ ફિલ્મનો ૪૨ થી ૪૪ કરોડનો રેકોર્ડ તોડીને ‘હનુમાન અંશ’ ૪૫ થી ૫૦ કરોડના આંકડા સાથે નવી ઊંચાઈ પર પહોંચી છે.

આ ઉપરાંત પાંચમા શનિવારના કલેક્શનમાં પણ આ ફિલ્મે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરીને ૧૨.૬ કરોડના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. જ્યારે મોટા બજેટની કહેવાતી મેગા ફિલ્મો બોક્સ ઓફિસ પર હાંફી રહી છે, ત્યારે આ ફિલ્મ તેની સાદગી અને ઊંડાણ થકી દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં અસાધારણ રીતે સફળ રહી છે.

ટોક્સિક જેવી વ્યાવસાયિક ફિલ્મો પોતાના દસમા દિવસે માત્ર ૧.૭૫ કરોડમાં સમેટાઈ ગઈ, ત્યારે ‘હનુમાન અંશે’ પોતાના ૨૯માં દિવસે પણ ૧૦ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી રહી હતી. ​આ અસાધારણ સફળતા પાછળનું મુખ્ય કારણ ફિલ્મમાં રહેલી સાત્વિકતા, ભક્તિભાવ અને અત્યંત સહજ રજૂઆત છે.

કોઈ પણ પ્રકારના અશ્લીલ દ્રશ્યો કે નકારાત્મકતા વિના પણ એક સુંદર કથા દ્વારા લોકોને જકડી શકાય છે, તે આ ફિલ્મે સાબિત કર્યું છે. સાધુ તિવારી અને સુનીલ લોધી દ્વારા તૈયાર કરાયેલું સંગીત અને ભજનો એટલા હૃદયસ્પર્શી છે કે લોકો તેને વારંવાર સાંભળવાનું પસંદ કરી રહ્યા છે.

બીજી તરફ આ ટ્રેન્ડ દર્શાવે છે કે દર્શકો હવે બોલિવૂડની એકધારી અને નકારાત્મકતા પીરસતી ફિલ્મોથી કંટાળી ગયા છે. બંટવારા અને આવારાપન જેવી ફિલ્મોની નિષ્ફળતા એ વાતની સાક્ષી છે કે માત્ર મોટા નામો કે વિવાદો ઊભા કરવાથી ફિલ્મો ચાલતી નથી.

લોકો હવે એવું કન્ટેન્ટ ઈચ્છે છે જે તેમના મૂલ્યો સાથે જોડાયેલું હોય અને તેમને પોતાના ભવ્ય ભૂતકાળ તેમજ સંસ્કૃતિની યાદ અપાવે. ​‘હનુમાન અંશ’ ની આ ઐતિહાસિક યાત્રા ભારતીય મનોરંજન જગત માટે એક જાગૃતિનો શંખનાદ છે.

ભવિષ્યમાં નિર્માતાઓ અને દિગ્દર્શકોએ સમજવું પડશે કે ભારતનો આત્મા તેની સંસ્કૃતિ, અધ્યાત્મ અને મૂલ્યનિષ્ઠ વાર્તાઓમાં વસેલો છે. જો આ જ દિશામાં સકારાત્મક અને પારિવારિક ફિલ્મોનું નિર્માણ થતું રહેશે, તો તે માત્ર આર્થિક રીતે જ સફળ નહીં થાય પરંતુ સમાજમાં એક સુંદર અને પ્રેરક વાતાવરણનું પણ નિર્માણ કરશે.

આ સફળતા સાબિત કરે છે કે જ્યારે કલા અને સંસ્કૃતિનો સાચો સંગમ થાય છે ત્યારે તે કોઈપણ વ્યવસાયિક માપદંડોને પાર કરીને સીધી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ​આલેખન : નિખિલ દરજી ઉમરગામ (જિલ્લો : વલસાડ)
रिपोर्टर सुदीप गढ़िया 9909622115

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

नगर पुलिस अधीक्षक गया के कार्यालय में आगामी पितृपक्ष मेला 2026के मद्देनजर महत्वपूर्ण बैठक आयोजित की गई l
A2Z सभी खबर सभी जिले की08 Sep

नगर पुलिस अधीक्षक गया के कार्यालय में आगामी पितृपक्ष मेला 2026के मद्देनजर महत्वपूर्ण बैठक आयोजित की गई l

आज दिनांक- 07.09.2026 को नगर पुलिस अधीक्षक, गया के कार्यालय में आगामी पितृपक्ष मेला-2026 के मद्देनजर महत्वपूर्ण बैठक…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
A2Z सभी खबर सभी जिले की08 Sep

नागपुर- जीपीओ का काउंटर अब रात में भी खुला रहेगा

प्राप्त हुई ताजा जानकारी के अनुसार नागपुर, सिविल लाइंस पर स्थित प्रधान डाकघर जीपीओ में अब दिन या…

पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV NewsVande Bharat Live TV News
A2Z सभी खबर सभी जिले की08 Sep

दारूल उलूम अमजदिया के कई ओर से अपील – त्योहार, निकाह, संदल,अन्य धार्मिक कार्यक्रमों डीजे न बजाएं

प्राप्त हुई जानकारी के अनुसार, मुहतमिम अल जामियातुर रजविया दारूल उलूम अजमदिया, नागपुर की ओर से यह अपील…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!