જય માં ઝુંડ ભવાની🚩
આજરોજ તારીખ:-૧૨/૯/૨૦૨૬ને શનિવાર ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ એમ કુહાડા દ્વારા ચોરવાડ ખાતે (શ્રી ઝુંડ ભવાની માતાજી) નાં મંદિરે માતાજી ને પુજાપો તેમજ ધ્વજા રોહણ ચડાવામાં આવલ ત્યાર બાદ સાંજ ની ધજારોહન ઝુંડ ભવાની માતાજી ને અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા ચડાવા માં આવી હતી અને સમાજ ના બધા આગેવાનો દ્વારા કાવોકાસૂબો ચડાવામાં આવીયો ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા સમાજના તમામ પંચપટેલ અધ્યક્ષ આગેવાનોનું તેમજ માતાજીની ચુંદડી ની પગારી પેરવી ને સ્વાગત કરેલ અને મેળો ચાલુ કરતા પેલા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ ખારવા સમાજ તેમજ હીન્દુ સમાજ માં તમાંમ જ્ઞાતિ ને આમંત્રણ આપેલ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા ના આમંત્રણ ને માન આપીને હજારો ની સંખ્યા માં માનવ મહેરામણ ચોરવાડ ઉમટી પડ્યું હતું (માતાજી ના દશૅન અંદાજે (પચાસ હાજર) શ્રદ્ધાંલું એ લાભ લીધો હતો
આ પ્રસંગે સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખ તેમજ પોરબંદર ખારવા સમાજ ના વાણોદ કાંતિભાઈ બાદરસાઈ, તથા તમામ આગેવાનો અને પંચ પટેલ શ્રીઓ તેમજ ચોરવાડ ખારવા સમાજના પટેલ હરીલાલ સોલંકી, ઉપ પટેલ નારણભાઈ વેલા, તથા તમામ આગેવાનો, ચોરવાડ મછિયારા સમાજના ના પટેલ તથા આગેવાનો, ભીડીયા કોળી સમાજના પટેલ ગોવિંદભાઈ તથા પૂર્વ પટેલ રમેશભાઈ બારીયા તથા આગેવાનો, લુહાણા સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપતા, ઇન્ડિયન ના કામદાર સંઘના યુનિયન ના જનરલ સેક્રેટરી ભરતભાઈ મહેતા દાદુ ભાઈ સેરે તથા કારોબારી સભ્યો, ખારવા સમાજના પૂર્વ પટેલ છોટુભાઈ કોટીયા ઉપ પટેલ બાબુભાઈ આગીયા ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી વેરાવળ મચ્છીમાર બોટ એસોસિઅન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, રામેશ્વર એસપોર્ટ રામજીભાઈ પીઠડ, જૂનાગઢ ડી.વાય.એસ પી. હિતેશ ધધલ્યા સાહેબ
માંગરોળ ડી.વાય.એસ.પી કોડિયાતર,
ચોરવાડ પોલીસ સીટી પી.આઇ રાઠોડ, સાહેબ, ભરતસિંહ સીસોદીયા યશવંતસિંહ યાદવ સહિત ના તમામ પોલીસ સ્ટાફ તેમજ ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ તથા બહોળી સંખ્યા માં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ જ ધામેધુમે આ પ્રસંગ ને દીપાવ્યો હતો