વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે નિરાધાર આશ્રમ ખાતે ત્રિવેણી સેવા સંગમ: પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ યોજાયા
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

વેરાવળ ખાતે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે નિરાધાર આશ્રમ ખાતે ત્રિવેણી સેવા સંગમ: પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ યોજાયા
આજરોજ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૬મા જન્મ દિવસ નિમિત્તે વેરાવળ બાયપાસ સ્થિત નિરાધાર આશ્રમ ખાતે ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ.
મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ એમ. કુહાડાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.
કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર તથા સ્વ. સોની હીરાબેન સતિકુંવર સેવા ટ્રસ્ટના પ્રમુખ મીનાબેન આર.
જાદવના કુશળ માર્ગદર્શન હેઠળ આશ્રમના તમામ પ્રભુજીઓને ભાવપૂર્વક પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ડૉ. ડી.
કે. બારડ (સામાજિક વન વિભાગ પ્રભાસ પાટણ રેન્જ / ડી.
કે. બારડ હોસ્પિટલ)ના સહયોગથી ૮૦ જેટલા પ્રભુજીઓ માટે વિશેષ આરોગ્ય જાગૃતિ અને નિઃશુલ્ક ચકાસણી કેમ્પ યોજાયો હતો.
સાથોસાથ પર્યાવરણ જાગૃતિ અર્થે આશ્રમ પરિસર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી વૃક્ષ વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ નેતા પ્રવીણભાઈ આમેડા, રેલવે પેસેન્જર એસોસિએશનના મુકેશ ચોલીરા, સામાજિક કાર્યકર અનીશ રાછ, ચાડુવાવ નર્સરીના દિલાવરસિંહ ડોડિયા, સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ હિંમતલાલ જોષી, વિજયભાઈ વાળા, ચંદ્રીકાબેન ગોહિલ અને રેખાબેન શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તમામ આમંત્રિત મહાનુભાવોનું શાલ ઓઢાડી, પુષ્પહાર તેમજ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડાની ભારે જહેમતથી સમગ્ર સેવાકીય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

આજરોજ જુનાગઢ રેલવે સ્ટેશન મુકામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમા જુનાગઢના રેલ્વે અઘિકારીઓ તથા પદાધિકારીઓ સાથે નવું રેલવે…
पूरी खबर पढ़ें →
આજરોજ જુનાગઢ રેલવે સ્ટેશન મુકામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમા જુનાગઢના રેલ્વે અઘિકારીઓ તથા પદાધિકારીઓ સાથે નવું રેલવે…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsप्राप्त हुई जानकारी के अनुसार विदेश मंत्रालय, भारत सरकार ने बच्चों के पासपोर्ट से संबंधित नियमों में परिवर्तन…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV Newsप्राप्त हुई जानकारी के अनुसार विदेश मंत्रालय, भारत सरकार ने बच्चों के पासपोर्ट से संबंधित नियमों में परिवर्तन…
पूरी खबर पढ़ें →
हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालय, पाटन के पूर्व विद्यार्थी एवं चिल्ड्रन्स रिसर्च यूनिवर्सिटी, गांधीनगर के अध्यापक तथा पाटन जिले…
पूरी खबर पढ़ें →
Vande Bharat Live TV News*सेवा-संकल्प अभियान अंतर्गत ‘आशीर्वाद का दीया’ कार्यक्रम में 7 लाख दीपों से जगमगाया झाबुआ* *पॉलिटेक्निक कॉलेज में जिला…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।