Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Junagadh

માંગરોળ તાલુકા ના કુકસવાડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

29 Sep 2026, 08:31 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
માંગરોળ તાલુકા ના કુકસવાડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ - JUNAGADH, गुजरात

માળિયા તાલુકાના કુકસવાડા ગામે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ, કુકસવાડા ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર પી.બી. નકુમ, મદદનીશ પ્રાધ્યાપક, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ડૉ. એસ.કે. કલેંયા, રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આત્મા BTM માળિયાના અજીતસિંહ ઝાલા, આત્મા ATM માળિયાના ધર્મેન્દ્રસિંહ પરમાર તથા GPKVB માળિયાના જયદીપ મોરી ઉપસ્થિત રહ્યા હતા.
કુકસવાડા ક્લસ્ટરના માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે સંપૂર્ણ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, ખેતરમાં તેના વ્યવહારુ ઉપયોગ તથા ખેડૂતોને પડતા પ્રશ્નોના નિરાકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા તથા ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર સુદીપ ગઢીયા,માંગરોળ
જિલ્લો જૂનાગઢ

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

ગીર સોમનાથ જિલ્લામાં માન. કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મિટિંગનુ આયોજન કરવામાં આવેલ
Gir Somnath29 Sep

ગીર સોમનાથ જિલ્લામાં માન. કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મિટિંગનુ આયોજન કરવામાં આવેલ

આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં માન. કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મિટિંગનુ આયોજન કરવામાં…

पूरी खबर पढ़ें →
વેરાવળ નગર પાલિકા સામે જનાક્રોશ સાથે રજૂઆત
Gir Somnath29 Sep

વેરાવળ નગર પાલિકા સામે જનાક્રોશ સાથે રજૂઆત

વેરાવળમાં રસ્તા બિસ્માર, પાણીના પ્રશ્ને નગરપાલિકા સમક્ષ મહિલાઓ દ્વારા આક્રોશ પૂર્વક રોડ, રસ્તા અને પાણી પ્રશ્ને રજૂઆત ચૂંટણી…

पूरी खबर पढ़ें →
સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ
Gir Somnath29 Sep

સૂત્રાપાડા બીચ ખાતે મેગા ક્લીનઅપ ડ્રાઇવ યોજાઈ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા બીચ ખાતે મદદગાર ફાઉન્ડેશન દ્વારા મેગા ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.…

पूरी खबर पढ़ें →
700 से अधिक विद्यालयों को पीछे छोड़ सांदीपनि विद्यालय गढ़ाकोटा ने रचा राष्ट्रीय इतिहास
Sagar29 Sep

700 से अधिक विद्यालयों को पीछे छोड़ सांदीपनि विद्यालय गढ़ाकोटा ने रचा राष्ट्रीय इतिहास

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * शासकीय सांदीपनि विद्यालय, गढ़ाकोटा ने शिक्षा के क्षेत्र…

पूरी खबर पढ़ें →
भारत सेवा संकल्प अभियान में अव्यवस्था, बच्चों के लिए चार्ट-पेपर और पानी तक नहीं
Sarangarh-Bilaigarh29 Sep

भारत सेवा संकल्प अभियान में अव्यवस्था, बच्चों के लिए चार्ट-पेपर और पानी तक नहीं

सरसींवा में परिक्षेत्र स्तरीय प्रतियोगिता के आयोजन पर उठे सवाल, प्राचार्य के कथित जवाब ने बढ़ाई नाराजगी सारंगढ़-बिलाईगढ़…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!