गुजरात
Trending

જેતપુર પાવી તાલુકા નાં બોરઘા ગામે “તું મારી મમ્મી ને કેમ માર મારે છે ? ” તેમ કહી પુત્રએજ પિતાની કરી હત્યા

હત્યા કર્યા બાદ પુત્ર તેના સાગરીત સાથે ઘટના સ્થળે થી ભાગી છૂટ્યો

છોટાઉદેપુર જિલ્લામાં ગત્ તારીખ ૧૧ મી એપ્રિલ ના રોજ પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે પુત્ર એજ પોતાના જ પિતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. “મારી મમ્મી ને કેમ માર મારે છે ? ” તેમ કહી માથા અને શરીરે, પગ માં લાકડાનાં ફટકા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના સંદર્ભે રામસીંગભાઈ મંગળીયાભાઈ રાઠવા રહે. બોરધા તા.પાવીજેતપુર જિ.છોટાઉદેપુર નાએ નગીનભાઈ બાબુભાઈ ઉર્ફે બાબુડીયાભાઈ રાઠવાનું મોત નિપજાવનાર બનસિંગભાઈ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ ઉર્ફે બકલાભાઈ બાબુભાઈ રાઠવા વિરુધ્ધ કરાલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી એન એસ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બંને આરોપીઓને હાલ હસ્તગત કરી એક ને સારવાર અર્થે છોટાઉદેપુર હોસ્પિટલમાં મોકલી આપ્યો છે જ્યારે બીજો આરોપી હાલ કરાલી પોલીસ સ્ટેશનમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!