ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિનો તા.૨૬મી થી ૨૯મી નવેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અનુસૂચિત જનજાતિ જિલ્લાઓનો અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ પ્રવાસનો આંબાજીથીઊ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવાસના અંતિમ દિવસે સમિતિના સભ્યોએ દછોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં હાંડોદ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવા અંગેની કામગીરી, છૂટા છવાયા વિસ્તારના ઘર માટે પાણીની વ્યવસ્થા અને વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવા બાબત, આદિવાસી વિસ્તારની જૂથ યોજનાઓ વિશે ચર્ચા કરાઈ હતી. હાંડોદ મુખ્ય હેડવર્કસની મુલાકાત વેળાએ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ પ્રમુખ અને ધારાસભ્ય અભેસિંહ તડવી એ જણાવ્યું હતું કે, સંખેડા નર્મદા શાખા નહેર આધારિત નર્મદાનું પાણી હાંડોદ મુખ્ય હેડવર્કસ ખાતેના જળ શુદ્ધિકરણમાં ફિલ્ટર કરી ક્લોરિનેશનયુક્ત પાણી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બોડેલી /પાવીજેતપુર તાલુકાના ૩૩ ગામો, ૮ પરા અને ૧ નર્મદા વસાહતને પાણી પૂરું પાડવામાં આવે છે.આમ જનતાને શુદ્ધિ પીવાનું પાણી મળી રહે છે આ મુલાકાત દરમિયાન સમિતિના પ્રમુખ અભેસિંહ તડવી, સભ્યઓ અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કનૈયાલાલ કિશોરી, મોહનભાઈ કોંકણી, રાજેન્દ્રસિંહ રાઠવા, ગુજરાત વિધાનસભા સચિવાલયના ઉપસચિવ પાર્થ પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.