છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંખેડા (કે.જી.બી.વી.) ખાતે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર અને આઈ.સી.ડી.એસના સંકલન દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” થીમ સાથે કિશોરી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ થીમ-ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચિત્ર સ્પર્ધામાં મહાનુભાવો દ્વારા દીકરીઓના ચિત્રોને ૧ થી ૫ નંબર આપવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતાને’બેટી બચાવો બેટી પઢાવો’ લોગો વાળો મગ તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લીધેલ દીકરીઓને વોટર બોટલ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દીકરાઓ ને હાઇજેનિક કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હીનાબેન ચૌધરી દ્વારા કિશોરીઓને સોશ્યલ મીડીયા ઉપયોગના ફાયદા – ગેરફાયદા સમજાવ્યા હતા તથા IAS,IPS બનવા માગતી કિશોરીઓને તેની તૈયારી કરવા બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા પ્રમુખ દિપીકાબેન દ્રારા કિશોરીઓને સ્વચ્છતા જાળવણી અને હાઇજેનિક વિષયક સમજ આપવામાં આવી હતી. CDPO શ્રી સ્વીટીબેન દ્વારા કિશોરીને ન્યુટ્રીશન અને પોષણ વિષયક માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મિશન કો. ઓડીનેટર શ્રી ચેતના વૈધ દ્વારા સરકારશ્રીની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સંચાલકશ્રી ઇન્દિરાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી અને PBSC સેન્ટરના કાઉન્સેલરશ્રી ગીતાબેન દ્વારા PBSC સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કે.જી.બી.વી.ના વોર્ડનશ્રી ગીતાબેન રાઠવા, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના કુરેશી શહેજાદ અહેમદ, સ્ટાફગણ, OSC સેન્ટરના કેન્દ્ર સંચાલક, PBSC સેન્ટરના કાઉન્સેલર અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.