गुजरात
Trending

વાવાઝોડા અને કમોસમી વરસાદ દરમિયાન લગભગ ૩૧ જેટલા વૃક્ષો હટાવી સ્ટેટ હાઇ વે કાર્યરત કરતુ માર્ગ અને મકાન વિભાગ

છોટાઉદેપુર જિલ્લામાં વાવાછોડા અને કમોસમી વરસાદ દરમિયાન સ્ટેટ હાઇવે પર લગભગ ૩૧ જેટલા વૃક્ષો પડી ગયા હતા. ડભોઇ ગોલગામડી બોડેલી રોડ પર ૫ વૃક્ષ, બહાદરપુરા, ભાટપુર, વાસણા રોડ પર ૭ વૃક્ષ, હાંડોદ નંદપુર કથોલી રોડ પર ૪ વૃક્ષ, હાંડોદ રતનપુર, રામપરા રોડ પર ૩ વૃક્ષ, ઇન્દ્રાણ, ભાટપુર, ઝરવણ રોડ પર ૪ વૃક્ષ, સંખેડા માકણી મોડાસર રોડ પર ૩ વૃક્ષ, નસવાડી તણખલા રોડ પર ૨ વૃક્ષ, તણખલા, ગોયાવાટદૂગ્ધા રોડ પર ૧ વૃક્ષ, તેજગઢ પાલસંડા, કીકાવાડા રોડ પર ૨ વૃક્ષ ધરાશાઈ થયા હતા. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ૩ ટીમોના ૩૫ જેટલા શ્રમિકો અને ૪ જેસીબીની સહાયથી માર્ગ પરના વૃક્ષો હટાવી સ્ટેટ હાઇ વે પુન કાર્યરત કરવામાં આવ્યા છે, તેમ કાર્યપાલક ઇજનેરશ્રી વિકાસભાઈ મેકવાને જણાવ્યું હતું.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!