છોટાઉદેપુર નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી બેઠક શરૂ કરતાં પહેલાં નગરપાલિકા સભાખંડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓના હુમલાના ભોગ બનેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ નિંદનીય કૃત્ય કરનાર આંતકવાદીઓ સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો નક્કી કરાતા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યો જિલ્લા સેવા સદન ખાતે જઈ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર પાઠવી જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં પ્રવાસીઓ ઉપર આંતકવાદી હુમલો કરનાર આંતકવાદીઓ સામે સખતમાં સખત પગલા ભરવા માંગ કરવામાં આવી હતી અને આ સાથે કેન્દ્ર સરકાર આંતકવાદી ઓ સામે જે પણ પ્રકારના પગલા ભરશે તેમાં છોટાઉદેપુર ના નગરજનો કેન્દ્ર સરકારની સાથે રહેશે તેવું જણાવ્યું હતું