ગુજરાત પોલીસની માનવીય સંવેદન અને ફરજ પ્રત્યેની પ્રશંસનીય પહેલ એટલે “તેરા તુજ કો અર્પણ”. પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ (વડોદરા વિભાગ) અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાણાકીય ફ્રોડના ભોગ બનનાર કુલ ૨૧ અરજદારોના નાણા પરત આપવા માટે કામગીરી કરવામાં આવી હતી. “તેરા તુજ કો અર્પણ”.અંતર્ગત સાંસદશ્રી જશુભાઈ રાઠવાના વરદહસ્તે કુલ ૨૧ અરજદારોને કુલ ૦૯,૭૬,૭૨૭ રૂપિયાના કોર્ટ હુકમ આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતુ કે.અનનોન લીંકના લોભ, લાલચમાં આવવું નહી,સાઇબર ક્રાઇમથી શતર્ક રહો,એલર્ટ રહો સુરક્ષીત રહો.જો કોઇ સંજોગોમાં સાઇબર ક્રાઇમ બને છે તે હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરવો. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર કાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી. જે કમ્પલેનમાં અરજદારોના ફોડમાં ગયેલ રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફીઝ કરવામાં આવેલ હતા. આ રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર શ્રી.વી.એમ.કામળીયા, પો.સ.ઈ.શ્રી આર.એસ.ડામોર, એ.એસ.આઈ. રાજેશભાઈ જનાભાઈ, વુ.આ.પો.ડો. ભગવતીબેન બબાભાઈ, આ.પો.ડો. ધર્મેન્દ્રસિંહ રજુસિંહ, તથા આ.પો.કો. કિરીટકુમાર ઈશ્વરલાલ દ્વારા સફળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.