उदैपुरगुजरात

બોડેલી ખાતે સોસાયટી જિનીંગ ફેક્ટરીની મુલાકાત લેતા – જિલ્લા કલેકટર

છોટાઉદેપુર જિલ્લામાં ધી કોટન કોર્પોરેશન ઇન્ડિયા દ્રારા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા બોડેલી ખાતે સોસાયટી જિનીંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ખેડૂતના કપાસનું વજન કરવાની પદ્ધતિ તથા કપાસની ગુણવત્તા ચકસાણી કરવાનું પદ્ધતિ તથા ઝીનિંગથી લઈને ગાસડી બની જાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. ખેડૂતને એપ્લીકેશન પર સ્લોટ બુક કરવામાં તકલીફ ન પડે છે માટે ગ્રામ સેવકના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી હતી. ખેડૂતોને કપાસ લઈને ખેડૂતોને લાઈનમાં ઉભુ ના રહેવું પડે માટે CCI ના અધિકારીઓને સૂચના આપી હતી.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!