
એમ. વી. ઝવેરી ડિસ્પેન્સરી કે જે મહાજન હોસ્પિટલ ના હુલામણા નામે થી પ્રસિદ્ધ છે અને આ હોસ્પિટલ અહીં બનાસકાંઠા તેમજ બાજુ માં આવેલ રાજસ્થાન ના વિસ્તારો ના ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓ માટે 115 વર્ષો થી પણ વધ સમય થી આર્શીવાદ સમાન છે. તાજેતર હોસ્પિટલ માં નવા આવેલ એડિમિનિસ્ટ્રેટર શ્રી અક્ષય ખીચી જી દ્વારા હોસ્પિટલમાં કર્મચારીઓ ની કામગીરી માં ઉત્સાહ વધે અને આવનાર દર્દીઓ ની સેવાઓ અને સગવડ સારી રીતે મળી રહે તે હેતુથી કર્મચારી ને વિવિધ વિષયે સન્માનિત કરવા માટે આયોજન કરેલ જેમાં હોસ્પિટલ ના સ્થાનિક કમિટી ના ડૉ.શ્રી.મેનનભાઈ મેહતા સાહેબ ઉપસ્થિત રહી ને જરૂરી માર્ગદર્શન આપેલ અને ત્યારબાદ વિતેલ મહિના માં સારી રીતે વિવિધ વિષયે દેખાવ કરનાર કર્મચારીઓ ને સન્માનિત કરીને ને પ્રોત્સાહન આપીને અન્ય કર્મચારીઓને ઉત્સાહિત કરેલ અંત માં એડમિનિસ્ટ્રેરશ્રી એ સૌ કોઈ નો આભાર વ્યક્ત કરી ને કાર્યકર્મ નું સમાપન કરેલ












