જાપાન ના લોકો આજીનો મોટો ખાઇ છે છતાં આખી દુનિયા માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે

જાપાનના લોકો રોજેરોજ આજીનોમોટો ખાય છે છતાં આખી દુનિયામાં સૌથી લાંબુ (સરેરાશ ૮૪ વર્ષ) આયુષ્ય ભોગવે છે!!! — અને આ પોસ્ટ આજીનોમોટો ખાવો જોઇએ એવુ કહેવા નથી મુકી…
બસ ફેક્ટ બેઝ ઇન્ફોર્મેશન છે જે તમે કોઇપણ Ai કે ગુગલ કે તમને જ્યા પણ મન થાય ત્યા ચેક કરી શકો છો. .
૧૯૦૮ ની વાત છે. જાપાનની ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર કિકુનાએ ઇકેડા પોતાના ઘરે પરંપરાગત જાપાનીઝ સૂપ પી રહ્યા હતા.
એમને લાગ્યું કે આ સૂપનો સ્વાદ ગળ્યો, ખારો, ખાટો કે કડવો નથી, પણ સાવ અલગ અને મોંમાં પાણી લાવી દે એવો છે. એમણે રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ સ્વાદ સૂપમાં રહેલા 'ગ્લુટામેટ' નામના કુદરતી એમિનો એસિડને કારણે આવે છે.
એમણે આ પાંચમા સ્વાદને નામ આપ્યું 'ઉમામી' મતલબ સ્વાદિષ્ટ. .
આ ગ્લુટામેટને પાવડર ફોર્મમાં સાચવવા માટે એમણે એની સાથે સોડિયમ (મીઠું) જોડી દીધું અને બન્યું 'મોનોસોડિયમ ગ્લુટામેટ' (MSG). ૧૯૦૮ માં એમણે આની પેટન્ટ મેળવી અને ૧૯૦૯ થી 'આજીનોમોટો' નામે વેચવાનું ચાલુ કર્યું.
. શું આજીનોમોટો કોઈ ઝેરી ફેક્ટરી કેમિકલ છે?
ના! આજે જે આજીનોમોટો બને છે, એ કોઈ પેટ્રોલિયમમાંથી નથી બનતું.
અમેરિકાની FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) મુજબ એ શેરડી, બીટ કે મકાઈના સ્ટાર્ચમાં કુદરતી આથો લાવીને બને છે—જે રીતે આપણે ઘરે દહીં કે વિનેગર બનાવીએ છીએ. .
કુદરતમાં આ 'ગ્લુટામેટ' પહેલેથી જ હાજર છે! ટામેટાં, મશરૂમ, પરમેસન ચીઝ (જેમાં સૌથી વધુ કુદરતી ગ્લુટામેટ હોય છે), વટાણા અને અખરોટમાં આ ભરપૂર હોય છે.
એટલું જ નહિ, માતાના દૂધમાં ગાયના દૂધ કરતાં આશરે ૧૦ ગણું વધુ ગ્લુટામેટ હોય છે! ઓનલાઇન મે જે વાંચ્યુ એ પ્રમાણે આપણા શરીર માટે ટામેટાંમાંથી મળતું કુદરતી ગ્લુટામેટ અને ફેક્ટરીનું MSG બંને રાસાયણિક રીતે બિલકુલ સરખા જ છે.
પણ બનાવવા વાળાએ પોતાની રીતે એમા કાઇ નવાજૂના કાંડ ના કર્યા હોય્તો 😂🙏
. તો પછી આજીનોમોટો બદનામ કેમ થયું?
આની પાછળ ૧૯૬૮ માં અમેરિકામાં બનેલી એક ઘટના જવાબદાર છે. રોબર્ટ હો મેન ક્વોક નામના ડોક્ટરે એક મેડિકલ જર્નલમાં પત્ર લખ્યો કે ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી એમને માથું દુખે છે ને નબળાઈ લાગે છે.
એમણે શંકા કરી કે આ MSG ને કારણે હોઈ શકે. મીડિયાએ આને 'ચાઇનીઝ રેસ્ટોરન્ટ સિન્ડ્રોમ' નામ આપી દીધું.
. એ પછી કેટલાક પ્રાણીઓ પર પ્રયોગો થયા, જેમાં ઉંદરોના બચ્ચાને બહુ ઉંચી માત્રામાં સીધા ચામડી નીચે MSG ના ઇન્જેક્શન આપવામાં આવ્યા, જેનાથી એમના મગજને નુકસાન થયું.
આ રિસર્ચ પરથી જ બધી અફવાઓ ઉડી. .
આપણા દેશની FSSAI (ફૂડ સેફ્ટી ઓથોરિટી) એ પણ પેકેજ્ડ ફૂડમાં અમુક નિયમો (GMP) સાથે MSG વાપરવાની છૂટ આપી છે (જોકે ૧૨ મહિનાથી નાના બાળકોના ફૂડ અને અમુક કેટેગરીમાં એ પ્રતિબંધિત છે). સામાન્ય માત્રામાં MSG ખાવાથી કેન્સર થાય છે એવો કોઈ જ વિશ્વસનીય માનવ પુરાવો હજુ સુધી મળ્યો નથી.
. જાપાનના લોકો રોજ આજીનોમોટો ખાય છે તોય કેમ લાંબુ જીવે છે?
કારણ કે એ લોકો આજીનોમોટોને સ્વાદિષ્ટ માછલી, બાફેલી શાકભાજી અને સૂપમાં વાપરે છે. આજીનોમોટોમાં સામાન્ય મીઠા (૩૯%) કરતા બહુ ઓછું (૧૨%) સોડિયમ હોય છે.
એટલે મીઠું ઓછું કરવા માટે આ વપરાય છે. જાપાનીઓ લાંબુ જીવે છે એનું કારણ આજીનોમોટો નથી, પણ એમની ઉત્તમ જીવનશૈલી અને શિસ્ત છે.
. તો પછી ભારતીય સ્ટ્રીટ ફૂડ ખાવાથી પેટ કેમ બગડે છે?
૧. લારીઓ પર દિવસો સુધી વારંવાર ઉકાળેલું તેલ ભયંકર ખરાબ (Total Polar Compounds) બની જાય છે, જે હેલ્થ માટે ડેન્જર છે.
૨. સસ્તો મેંદો, જૂની શાકભાજી અને હલકી ક્વોલિટીના સોસ પેટ બગાડે છે.
૩. જાપાનમાં આજીનોમોટો ચપટી વપરાય, જ્યારે આપણાવાળા વાસી અને હલકી વસ્તુઓનો સ્વાદ ઢાંકવા ચમચો ભરીને નાખે છે!
. અને હુ પોતે પણ જ્યા સુધી આ જાણકારી નહોતી મને ત્યા સુધી આજીનોમોટો વાળુ ફુડ અવોઇડ જ કરતો અને હજીએ નથી જ ખાવાનો.
કોઇ મિત્ર ના રેસ્ટોરન્ટ પર ગયો હોવ તો તેનેય કહુ કે આજીનોમોટો, કલર અને વિનેગર આ ત્રણેય ના નાખવુ કેમકે એક તો ઓલરેડી તબિયત ઢીંકે હાંહ લેતી હોય ને વળી ક્યાક પાછુ એંજીન ચોટી જાય એની કરતા જીભ ને છેતરી લેવી સારી ખવાઇ પણ જાય ને મન માની પણ જાય… 😜🙏
.
સૌથી છેલ્લી વાત – કમેન્ટ માં બઘડાટી બોલાવવા વાળા નરબંકા અને નારીબંકી સન્નારીઓ ને વિનંતી કે મને નવુ જાણવાનો વાંચવાનો અને જોવાનો શોખ છે, એમાથી મને જે પણ જાણકારી મળે છે એજ હુ અહિયા લખુ છુ, હુ કોઇ ડોક્ટર કે ન્યુટ્રિશન એક્સપર્ટ નથી તો મહેરબાની કરીને આ જાણકારીને જનરલ નોલેજ પુરતી જ સમજવી… બાકી કોને શુ ખાવુ શુ નહિ સૌ કોઇની પોતપોતાની મરજી હોને.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







