ચોટીલા તળેટીમાં 40 ફૂટના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરાયા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમે JCBની મદદથી શેડ અને છાપરાં હટાવ્યાં
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


ચોટીલા: ચોટીલા તળેટીથી શ્રી ચામુંડા માતાજીના મંદિર તરફ જતા આશરે 40 ફૂટના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે JCBની મદદથી દુકાનોની બહાર ઊભા કરવામાં આવેલા શેડ અને છાપરાં દૂર કર્યાં હતાં.
મળતી માહિતી મુજબ, દુકાનોની બહાર ઊભા કરવામાં આવેલા શેડ અને છાપરાંને કારણે માર્ગ સાંકડો બનતો હોવાની ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, પરંતુ ફરીથી દબાણો ઊભાં થતાં અવરજવર અને ટ્રાફિકને અસર થતી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.
ચોટીલા તળેટીનો આ માર્ગ માતાજીનાં દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ છે. દબાણો દૂર થતાં માર્ગ ખુલ્લો રહેશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર ફરીથી દબાણો ન થાય તે માટે ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો ફરી દબાણો ઊભાં થશે તો કડક પગલાં લેવામાં આવશે તેમજ સમગ્ર વિસ્તાર પર દેખરેખ રાખવામાં આવશે.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

આજ ભારત ના લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ હોય વેરાવળ ના ટાવર ચોક પાસે બાળકો ને…
पूरी खबर पढ़ें →
ਜਲੰਧਰ:31 ਅਕਤੂਬਰ ( ਪਰਮਿੰਦਰ ਸਿੰਘ ) ਪੰਜਾਬ ਦੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਦੀ ਸਿਰਮੌਰ ਜਥੇਬੰਦੀ ਪੰਜਾਬ ਸੁਬਾਰਡੀਨੇਟ ਸਰਵਿਸਿਜ਼ ਫੈਡਰੇਸ਼ਨ ਦੀ ਫੈਡਰਲ…
पूरी खबर पढ़ें →
अहेरी तालुका के लकड़ी शिल्पकार कौशव मित्र ने बनाई प्रधानमंत्री नरेंद्र मोदी की हूबहू प्रतिमा अहेरी, जिला गढ़चिरौली…
पूरी खबर पढ़ें →
आगर-मालवा। लौह पुरुष सरदार वल्लभभाई पटेल की जयंती पर शनिवार को आगर-मालवा में राष्ट्रीय एकता का अनूठा उत्साह…
पूरी खबर पढ़ें →
*महिला एवं बाल विकास मंत्री सुश्री निर्मला भूरिया ने हरी झंडी दिखाकर एकता दौड़ को किया रवाना* वन्दे…
पूरी खबर पढ़ें →
Sherghati nagarprashid ward no- 05 samodbigha me gadi road pe lgane se ho rhi hai presani
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।