
નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટર્બાઈન ચાલુ થતાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. જેથી હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આવેદનપત્ર આપી નર્મદા પરિક્રમા પુન:શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી તેમજ તાકીદે નર્મદા પરિક્રમા નહિ શરૂ કરાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.AHPના કાર્યકરોએ ‘નર્મદા પરિક્રમા શરૂ કરો…શરૂ કરો.. તઘલખી નિર્ણય પાછો ખેચોના નારા લગાવ્યા હતા.
















