પાકિસ્તાની સેનાના રિટાયર્ડ કર્નલ… હબીબ ઝહીર સાથે તો જબરો દાવ થઈ ગયો….. મને તો જોરદાર રડવું આવી રહ્યું છે….
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


બન્યું કંઈક એવું કે
બેગમ બપોરની ઊંઘ ખેંચીને હજુ ઉઠ્યા જ હતા કે શૌહરનો વોટ્સએપ પર મેસેજ અને સેલ્ફી આવ્યા: "કાઠમંડુ હેમખેમ પહોંચી ગયો છું, થોડીવારમાં લુમ્બિનીની ફ્લાઈટ છે!"
થોડા કલાકો બાદ ફરી મેસેજ અને સેલ્ફી આવ્યા: "લુમ્બિની સહીસલામત પહોંચી ગયો છું!" અને બસ, એ પછી શૌહરનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો.
હબીબે નિવૃત્ત થયા પછી પોતાના લિંક્ડઇન (LinkedIn) પ્રોફાઇલ પર લખ્યું હતું – 'Open to work for UNO' (UNO માં કામ કરવા માટે ઉપલબ્ધ).
ત્યારબાદ થોડા જ દિવસોમાં કોઈ 'માર્ક' નામના વ્યક્તિએ તેનો સંપર્ક કરીને કહ્યું કે, UNO ને નેપાળમાં એક પ્રોજેક્ટ માટે લશ્કરી બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિની જરૂર છે. ઊંચો હોદ્દો, તગડો પગાર, બંગલો, ગાડી અને મુસાફરીનો તમામ ખર્ચ UNO ઉઠાવશે. માત્ર ઇન્ટરવ્યુ આપવા માટે નેપાળ આવવું પડશે.
નક્કી કરેલા સમયે તેને વિઝા અને લાહોર-ઓમાન-કાઠમંડુની ફ્લાઈટ ટિકિટ મળી ગઈ. ઓમાનમાં તેને બે ફોન, નેપાળી સિમકાર્ડ અને નેપાળી ચલણ આપવામાં આવ્યા અને હબીબ સહીસલામત લુમ્બિની પહોંચી ગયો….
અહીં સુધી તો બધું બરાબર હતું, બસ એક જ લોચો હતો… લુમ્બિનીથી ભારતની સરહદ માત્ર 5 કિલોમીટર જ દૂર છે!!
હબીબે લુમ્બિની પહોંચીને જેવા મેસેજ અને સેલ્ફી મોકલ્યા કે તરત જ તેનું સિમકાર્ડ બંધ થઈ ગયું.
જે વેબસાઈટ પર તેને બાયોડેટા અપલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું, તે વેબસાઈટ પણ ડિલીટ થઈ ગઈ. જે 'માર્ક' સાથે તેની વાતચીત થઈ હતી તે નંબર પણ બંધ થઈ ગયો! અને ત્યારબાદ હબીબ કે માર્ક બંનેમાંથી કોઈનો પત્તો લાગ્યો નહીં!
પાકિસ્તાને કાગારોળ મચાવી કે હબીબનું ભારતે અપહરણ કર્યું છે. ભારત સરકારે હબીબના અપહરણમાં પોતાનો કોઈ હાથ હોવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો.
આખી વાર્તામાં સોલિડ ટ્વિસ્ટ એ છે કે, આ હબીબ ઝહીર એ જ શખ્સ હતો જેણે ઈરાનથી ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવનું અપહરણ કરીને તેને ISI ને સોંપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી….
છે ને રસપ્રદ કિસ્સો…..!
સુદીપ ગઢીયા 9909622115
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

सागर, वन्दे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी,8225072664* । बंडा में शराब सेवन से जुड़ी दुखद घटना…
पूरी खबर पढ़ें →
*વીર આહિર સપૂત દેવાયત આપા બોદર ના ગઢ બોડીદર માં 18 નવેમ્બર શૌર્ય દિવસ ની શોભા યાત્રા ભવ્ય…
पूरी खबर पढ़ें →
पंकज कथूरिया जिला संवाददाता बाहादराबाद हरिद्वार (उत्तराखंड) Vande Bharat November 22, 2026 हरिद्वार। एप्रो ग्लोबल कंपनी को मुजफ्फरनगर…
पूरी खबर पढ़ें →
सागर, वन्दे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी,8225072664* छतरपुर राजनगर तहसील के डुमरा गांव में पदस्थ पटवारी…
पूरी खबर पढ़ें →
रेवाड़ी (सुरेश सिहाग ) पुलिस अधीक्षक रेवाड़ी श्री हेमेंद्र कुमार मीणा, आईपीएस के कुशल नेतृत्व एवं सख्त दिशा-निर्देशों…
पूरी खबर पढ़ें →
रेवाड़ी (सुरेश सिहाग ) पुलिस अधीक्षक रेवाड़ी श्री हेमेंद्र कुमार मीणा, आईपीएस के कुशल नेतृत्व एवं सख्त दिशा-निर्देशों…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।