उदैपुरगुजरात

છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટર દીઠ જીવામૃતનું જીવંત નિદર્શન દ્વારા ખેડૂતોને તાલીમ અપાઈ

જીવામૃતનો સમયસર ઉપયોગ કરવાનો હોય છે

છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિના આયામોનો ઉપયોગ કરે માટે નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટર દીઠ જીવામૃતનું જીવંત નિદર્શન દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. જીવામૃતનું મહત્વ સમજાવીને દરેક પાકમાં પાક-અવસ્થા પ્રમાણે પિયત પાણીમાં ધોરિયા પ્રદ્ધતિ તેમજ ટપક સિંચાઇ પ્રદ્ધતિ વડે,પમ્પ દ્વારા છાંટવા પ્રદ્ધતિ વડે,ડોલ દ્વારા ડ્રેજિંગ પ્રદ્ધતિ વડે અને અનેક પ્રદ્ધતિ વડે જીવામૃતનો સમયસર ઉપયોગ કરવાનો હોય છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનની ભેજસંગ્રહક્ષમતા,ફળદ્રુપતા,ઉત્પાદન ક્ષમતામાં વધારો અને પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય, જીવસૃષ્ટિનું રક્ષણ તેમજ ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ થાય છે. આ તાલીમમાં કૃષિ તજજ્ઞ તરીકે આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, છોટાઉદેપુરમાંથી જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો તમામ સ્ટાફ હાજરી આપીને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને પ્રોત્સાહન આપીને રવિ/શિયાળુ પાક માટે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતનું જીવંત નિદર્શન કરી અને તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપીને તાલીમ આપવામાં આવી હતી.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!