उदैपुरगुजरात

બોડેલીમાં “શ્રી રામસિંહજી દિપસિંહ વાંસદીયા રાજપૂત સમાજ ભવન”ના ભુમી પુજન અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ 6 ડિસેમ્બરે યોજાશે

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા રાજપૂત સમાજના નવીન આકાર પામનાર “શ્રી રામસિંહજી દિપસિંહ વાંસદીયા રાજપૂત સમાજ ભવન” સંકુલના જમીનના ભુમી પુજન સાથે ખાતમુહૂર્ત વિધિ સહિતના કાર્યક્રમો તા.૬ ડીસેમ્બરને શનિવારના રોજ બોડેલીના વણીયાદ્ગી કેનાલ પાસે રાજપૂત સમાજ ભવનનુ ભુમી પુજન પૂ.પ્રિતમમુની મહિરાજની ઉપસ્થિતિ અને સાનિધ્યમાં મુખ્ય મહેમાન પ્રદિપસિંહ રામસિંહ વાંસદીયાના કરકમલ દ્વારા રાખવામાં આવેલ છે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરીયાએ જણાવ્યું હતું કે સમયની માંગ અને વિકસતા વિશ્વની ઝડપ સાથે રાજપૂત સમાજે તાલમેલ લગાવી મંડળની પ્રવૃતિઓનો વ્યાપ વધારી અન્ય સેવાકીય પ્રવૃતિઓનો ઉમેરો કરી સમાજને ઉપયોગી થાય તેવા વિશાળ સંકુલની જરુરીયાત થતાં સમાજના મોભી અને સદાય સમાજ માટે તત્પર રહેતા દાનવીર રામસિંહજી વાંસદીયાના દાન થકી વિશાળ સંકુલ માટે જમીન સંપાદન કરેલ છે ત્યારે સંકુલના જમીનના ભુમી પુજનના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યમાંથી રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત મેનપુરા વડોદરાના પ.પૂ.પ્રિતમમુનિજી મહારાજ આશિવૅચન આપવા વિશેષ ઉપસ્થિત રહેશે નવીન સંકુલમાં આધુનિક લાયબ્રેરી,જીમ્નેશિયમ, કોન્ફરન્સ હોલ, ક્લાસરૂમ, કોમ્પ્યુટર રૂમ, સભામંડપ, રસોડું, પ્રવેશદ્વાર, વિશાળ પાર્કીગ, ભોજનાલય તથા ગાડૅન સુવિધા સહિતના બનશે નવા ભવનના ખાતમુહૂર્તના મુખ્ય યજમાન પ્રદિપસિંહ રામસિંહ વાંસદીયા દ્વારા કરવામાં આવશે તા.૬ ને શનિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરના ૩ કલાકે આરતી/ શ્રીફળ હોમવાનું, બપોરે ૩.૧૫ કલાકે ખાતમુહૂર્ત, સાંજના ૩.૩૦ કલાકે સભા અને સાંજે ૫ કલાકે ભોજન સમારંભ યોજાશે ત્યારે સમાજના પ્રમુખ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના દરેક ભાઈઓ,બહેનોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!