છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન ખાતે આમ આદમીપાર્ટીના કાર્યકરો દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી બોડેલી હાલોલ રોડ પર આવેલ ગંદકીની સફાઈ લઈ ને તેમજ જલારામ મંદિર થી કકરોલીયા હનુમાનજી મંદિર સુધી રોડ પર સ્ટ્રીટ લાઈટ ની સુવિધા આપવામાં આવે જેથી આ રસ્તા પર થતા અકસ્માત અને અંધારાની આડમાં થતી ગુનાહિત અને ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકી શકે જેને લઈ વહીવટદાર નું ધ્યાન દોરી આ બાબતે યોગ્ય નિરાકરણ વહેલી તકે આવે એમ આમ આદમી પાર્ટી દ્વારા માંગ ની સાથે જે તે સમયે સૌરભ શાહ દ્વારા બોડેલી ને વચન આપવામાં આવ્યું હતું કે અહીંયા એક ઔધોગિક વસાહત નું નિર્માણ કરવામાં આવશે. તો હાલ બોડેલી ને નગરપાલિકા નો દરજ્જો મળતા હવે અહીંયા GIDC સ્થપાય એવી માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું