
તમામ ગ્રામ પંચાયતમાં ગૌચર જમીનનું ડીમાર્કેશન કરવા માંગ જિલ્લાના શિક્ષણ, ગૌચર સહિતના વિવિધ પ્રશ્નને લઈને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, કચ્છ જિલ્લાને ઉભું કરવા માટે શિક્ષણની જરૂરિયાત છે. પ્રતિ 30 વિદ્યાર્થીએ 1 શિક્ષકની નિમણૂંક જરૂરી છે. હાલ જિલ્લામાં મંજૂર મહેકમ 9896 છે, જેની સામે 3101 જગ્યા ખાલી છે સાથે 1364 શિક્ષકોના જીલ્લા ફેરમાં ઓર્ડર થઈ ગયા છે. કુલ મહેકમના 31 ટકા જગ્યા ખાલી છે અને 14 ટકા શિક્ષકો જીલ્લા ફેરની રાહમાં છે આવી ગંભીર સ્થિતમાથી બહાર લાવવા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક શિક્ષકોની નિમણૂંક કરાય અને સ્થાનિકોને પ્રાથમિકતા મળે તેવી માંગ છે. જિલ્લામાં 2019 થયેલી 20મી પશુધન ગણતરી મુજબ કચ્છમાં 22.76 લાખ પશુ છે અને મોટાભાગના પશુઓ ચરિયાણ માટે ગૌચર પર આધારિત છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને વહીવટી રીતે ગૌચરની ફાળવણી કરાઈ છે. પરંતુ તેમનું ડિમારકેશન કરેલું ન હોવાથી સ્થાનિક હદ નિશાન નક્કી થયેલા નથી. જેના કારણે તકરાર ઊભી થાય છે.દરેક ગ્રામ પંચાયતોની નિમ થયેલી ગૌચર જમીનનું સરકારી ખર્ચે ડિમારકેશન થાય, ગૌચર જમીનના વિકાસ માટે સતા ગ્રામ પંચાયતોને સોંપાય, ગૌચર વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રીન એનર્જી માટે પસાર કરાતા કોરિડોર મુદ્દે સંઘર્ષ કચ્છમાં વિકાસની દ્રષ્ટિએ ગ્રીન એનર્જી માટે સરકાર દ્વારા પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન અપાયું છે પણ ખેડુતોને પૂરતું વળતર મળતું નથી અને કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ લાઇનો પસાર કરવામાં આવે છે, જેથી ખેડૂતો તથા ગ્રામ પંચાયતોનો વહીવટી તંત્ર સાથે પોલીસના માધ્યમથી સંઘર્ષ થાય છે આ બાબતે ઘર્ષણ ન થાય તેવી યોગ્ય નીતિ બને તથા પૂરતું વળતર મળે એવી માંગ કરાઈ છે.DMFની ગ્રાન્ટ માટે સ્થાનિક ગામને પ્રાથમિકતા આપવી કચ્છમાં ખનીજ ઉત્પાદનની રોયલ્ટીમાંથી ગામોમાં વિકાસના કામો થાય તે માટે જીલ્લા સ્તરે DMFની રચના કરાઈ છે. જે ગામોમાંથી વધુ રોયલ્ટી આવે તે ગામને DMF ની ગ્રાન્ટ તેવા પ્રમાણમાં અને તેવા ગામોમાં વિકાસના કામોને પ્રાથમિકતા અપાય તેવી રજૂઆત કરાઈ છે.
વિવિધ તા. પંચાયતની કચેરીમાં સ્ટાફ ઘટ ગ્રામ પંચાયતોના મોટાભાગના કામોની વિવિધ પ્રકારની મંજુરીઓ તાલુકા પંચાયતના માધ્યમથી થાય છે સ્ટાફ ઘટથી બાંધકામ શાખા, આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મનરેગા સહિતનાની શાખાઓના કામ ઝડપથી થઈ શકતા નથી અને વિકાસના કામોમાં અડચણ થાય છે.