છોટાઉદેપુર એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા એલસીબી સ્ટાફના કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે છ વષૅ પહેલા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા એક ફરાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે કવાંટ પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહિબિશન કલમ ૬૫ એ-ઈ ૯૮(૨)૮૧,૮૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી વીરસિંગભાઈ કલજીભાઇ ભીલ,રહે. બોર ચાપડા,તા. કવાંટનાનો બોડેલીમાં પોતાના કામકાજ અર્થે આવેલ હોય અને બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ઉભેલ હોય તેવી ચોક્કસ બાતમી મળતા નજીકમાંથી બે પંચોના માણસ માણસો બોલાવી સાથે રાખી અલીપુરા ચાર રસ્તા જતા ડભોઈ રોડ તરફથી આવતા રોડ પાસે ઉપરોક્ત બાતમી હકીકત જણાવ્યા મુજબનો એક ઈસમ હાજર હોય તેને પકડી લઈ તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ વિરસીંગ કલજી ભીલ,ઉં.વર્ષ ૩૦, રહે.બોરચાપડા,તા. કવાંટનો હોવાનું જણાવેલ અને સદરીને પૂછતા પોતે આજથી આશરે છ વર્ષ પહેલા કવાટ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નામ પુછેલ ત્યાર પછી પોલીસ મારા ઘરે તપાસમાં આવેલ જે ગુનાના કામે પોતે નાસ્તો ફરતો હોવાનું અને પોતે ગુનાના કામે હાજર નહીં થયેલ હોવાનું જણાવતા પંચ રૂબરૂ તેની શરીર સ્થિતનુ પંચનામું કરી મારું નામ ખુલેલ હોવાનું જાણેલ ત્યાર પછી પોલીસ અમને પકડીને લઈ જશે તે બીકથી આજદિન સુધી નાસ્તો ફરતા હોવાનું હકીકત જણાવેલ ત્યારે સદરી ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે