उदैपुरगुजरात

બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

છોટાઉદેપુર મેરેથોન-૨૦૨૬’નો લોગો અને રૂટ મેપ લોન્ચ કરાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘છોટાઉદેપુર મેરેથોન’ અંગેની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર આ અનોખી મેરેથોનનો સત્તાવાર લોગો અને રુટ મેપનું અનાવરણ કરી, નોંધણી (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા માટે https://www.marathonchhotaudepur.com/ ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, “આ મેરેથોન માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ તે છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને સ્થાનિક કલાને વૈશ્વિક ફલક પર રજૂ કરવાનું એક માધ્યમ છે. ‘ફિટ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા માટે આ મેરેથોન એક દઢ પગલું સાબિત થશે.” મુખ્ય મેરેથોનના ઉત્સાહને વધારવા માટે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે: તારીખ કાર્યક્રમ હેતુ/વિશેષતા ૨૪ ડિસેમ્બર ટી-શર્ટ અને કેપ લોન્ચિંગ મેરેથોનની સત્તાવાર કીટનું વિતરણ ૦૪ જાન્યુઆરી માર્ગ સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાગૃતિ ૧૦ જાન્યુઆરી ૧ કિ.મી. સાડી રન મહિલા આરોગ્ય અને સશક્તિકરણ ૧૮ જાન્યુઆરી પ્રાકૃતિક ટ્રેલ રન પર્યાવરણ સંરક્ષણ માટે કુદરતી માર્ગો પર દોડ ૨૫ જાન્યુઆરી હેરિટેજ વોક ‘વિકાસ પણ, વારસો પણ’ ના મંત્ર સાથે ૦૭ ફેબ્રુઆરી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા સ્થાનિક કલાકારો દ્વારા જનજાતીય લોકનૃત્ય અને સંગીત આ મેરેથોન દ્વારા જિલ્લાના ખેડૂતો, કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો અને યુવાનોની શક્તિને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છતા અભિયાન જેવી ગ્રામીણ વિકાસની યોજનાઓની સફળતાને પણ આ કાર્યક્રમ દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી, અને બોડેલી પ્રાંત ભૂમિકા રાઓલ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!