उदैपुरगुजरात

લોકશાહીના પર્વની અનોખી ઉજવણી: છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હ્યુમન ચેઈન’નું આયોજન

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા ‘હ્યુમન ચેઈન’ને લીલી ઝંડી અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં પ્રત્યેક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય ‘હ્યુમન ચેઈન’ (માનવ સાંકળ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘SVEEP’ કાર્યક્રમ અંતર્ગત મતદારોમાં જાગૃતિ લાવવા અને મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે આ આયોજન કરાયું હતું. છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તાથી માણેકચોક સુધી યોજાયેલી આ વિશાળ માનવ સાંકળને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીના મજબૂતીકરણ માટે નાગરિકોની ભાગીદારી અનિવાર્ય છે. માનવ સાંકળના માધ્યમથી મતદારોને ૨૬મી એપ્રિલે અચૂક મતદાન કરવા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આનંદકુમાર પરમાર, વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, યુવા મતદારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!