A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગાહાન ગામે વેરાના નામે લાખોનો ભ્રષ્ટાચાર થતા તપાસનો વિષય

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શામગાહાન ગામે વેરાના નામે લાખોનો ભ્રષ્ટાચાર થતા તપાસનો વિષય

ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે ભરાતો અઠવાડિક હાટ બજારમાં પાથ૨ના અને વેપારીઓ પાસે ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાણી કરાતા વેરામાં વ્યાપક ગેરરીતી આચરાય હોવાની વિગત એક જાહેર માહિતી અધિકાર હેઠળ બહાર આવતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે અઠવાડિક હાટ બજાર ભરાતો હોય જેથી આ હાટ બજાર આસપાસનાં ૨૫ ગામો માટે ખરીદી માટે કેન્દ્રનું સ્થળ છે. અહી મહારાષ્ટ્ર તેમજ વધઇ વાંસદા, બીલીમોરા સહીત વિવિધ વિસ્તારોમાંથી કપડા, અનાજ, શાકભાજી, ફળફળાદી,સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ વેપારીઓ આવતા હોય ગ્રામ પંચાયત
દ્વારા એક વેપારી કે દુકાન દીઠ રૂ /૨૦:૦૦ ની રસીદ આપી નાણા ઉઘરાવવામાં આવતા હોય દરેક બજાર દીઠ અંદાજે ૧૫થી ૨૦હજારની આવક થતી હોય આ નાણા કયા વપરાયા અને ગ્રામ પંચાયતમાં સિલક કેટલી રકમ છે તે અંગે શામગહાન ગામનાં જાગૃત આગેવાન પ્રકાશભાઈ ડી.ગાવિતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ગ્રામ પંચાયત પાસે માહિતી માંગતા ગ્રામ પંચાયતે હાટ બજારમાંથી ઉઘરાવેલા વેરો સફાઈ કર્મચારીઓને પગાર પેટે આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જોકે ગ્રામ પંચાયત દ્વારા આર.ટી.આઈ. એક્ટિવિષ્ટ પ્રકાશભાઈ ગાવિતને આપેલ માહિતીમાં વર્ષ ૨૦૨૦/૨૧માં ૩ ૯૫૮૦ની આવક સામે રૂ ૯૫૮૦ સફાઈ કર્મીઓને પગાર ચૂકવ્યો હોવાનું દર્શાવ્યુ છે.જયારે વર્ષ ૨૦૨૧/૨૨માં રૂ ૧૦,૦૪૦ અને વર્ષ ૨૦૨૨ ૨૩માં રૂ ૧૦,૮૦૦ની આવક સામે તેટલો જ ખર્ચ સફાઈ કર્મીઓને ફાળવ્યો હોવાનું દર્શાવ્યુ છે,જોકે નોંધનીય છે કે તહેવારોનાં સીઝનમાં ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે અસંખ્ય વ્યપારીઓ ઉમટી પડે છે.જેમાં વધુ વ્યપારીઓ આવતા વેરાની આવક બમણી થઈ જાય છે. શામગહાન ખાતે વાર્ષિક અંદાજે ૫૦ થી વધુ વખત રવિવારનાં રોજ હાટ બજાર ભરાય છે. આ હાટ બજારનાં વેરાનાં નાણા કોણ હજમ કરી જાય છે.જે તપાસનો વિષય બન્યો છે.જેથી શામગહાન ગામના જાગૃત આગેવાન પ્રકાશભાઈ ગાવિત દ્વારા ગ્રામ પંચાયતમાં બજારમાંથી ઉઘરાવેલ વેરો ઓછો દર્શાવી બાકીની
રકમ કોણ હજમ કરી ગયુ છે. તેની તપાસ હાથ ધરવા પંચાયત કમિશનર સહીત તકેદારી આયોગમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!