A2Z सभी खबर सभी जिले कीगुजरातताज़ा खबर

હારીજના મામલતદારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર, કચેરીના ત્રીજા માળેથી પડતું મૂક્યું

- બિલ્ડીંગના ત્રીજા માળેથી મામલતદારે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યું

હારીજના મામલતદારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર, કચેરીના ત્રીજા માળેથી પડતું મૂક્યું

– બિલ્ડીંગના ત્રીજા માળેથી મામલતદારે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યું

– આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

– બિલ્ડીંગના ત્રીજા માળેથી મામલતદારે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યું

  1. – આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ, રવિવાર

હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  વી.ઓ. પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.  તેમજ લાશને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તેમજ શા કારણે આત્મહત્યા કરી તે બાબતે લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ રવિવારે સવારના રોજ કચેરીમાં આવી કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી નીચે પડતું મૂકતા તેમનું મોત થયું હતું.  મોત થયું હોવાની જાણ થતાં જ આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં કચેરીનો સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો. સમગ્ર ઘટના અંગે ભારે રહસ્ય ઉભું થયું છે. મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી ધાબા ઉપર કેમ ગયા અને કેમ પડતું મૂક્યું તે સમગ્ર ઘટના મામલે અનેક પ્રશ્નો સર્જાયા છે. ત્યારે હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો દોર હાથ ધર્યો છે

 

Back to top button
error: Content is protected !!