A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

વઘઇ: પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડઆરોપીને પક્ડી પાડતી ડાંગ એલસીબી

વઘઇ: પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડઆરોપીને પક્ડી પાડતી ડાંગ એલસીબી

ડાંગ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગ દ્વારા ડાંગ જિલ્લાનાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કરવા સુચના આપતા,ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક
એસ. જી. પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ, આહવા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.નિરંજન, તથા તેમની ટીમ દ્વારા, ડાંગમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી વોચ તપાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. જેના અનુસંધાને વઘઈ ગોળ સર્કલ પાસે આવેલ પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકિકત મળતા સને ૨૦૨૪ના પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો
ફરતો/વોન્ટેડ આરોપી અજય ઉર્ફે બંમ્બો સાવળભાઈ રાઉત, રહે. હનવતમાળ, રાઉત ફળીયુ, તા.ધરમપુર જિ.વલસાડ, શરીરે સ્કાય બ્લુ કલરની હાફ બાયની ટી-શર્ટ તથા કમરમા રાખોડી કલરનુ સીક્સ પોકેટ પેન્ટ પહેરેલ છે. જે હાલમાં વઘઈ સાપુતારા રોડ ઉપર ગીરાધોધ ફાટક પાસે બેસેલો છે એ રીતની પાકી અને ચોક્કસ આધારભુત બાતમી મળતા, ગોળ સર્કલથી વઘઇ સાપુતારા રોડ ઉપર બાતમી હકિકતવાળી જગ્યાએ
જતા હકિકતમા દર્શાવેલ વર્ણનવાળો એક ઈસમ ગીરાધોધ જવાના રસ્તે ઉભો હોય જે ઈસમને દુરથી જોઇ ચારે બાજુથી કોર્ડન કરી સદર ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામા આવ્યો હતો. આ કામગીરીમાં આહવા-ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓમા સર્વમાં કે. જે. નિરંજન, એએસઆઇ પ્રમોદભાઇ ગનસુભાઇ નિવર, એએસઆઈ રમેશભાઇ બાલુભાઈ, અ.હે.કો. લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!