A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સ્મીમેર હોસ્પિટલનું એમઆરઆઈ મશીન ફરી ખોટકાતા દર્દીઓને હાલાકી

છેલ્લા ૧૫ દિવસથી એમઆરઆઈ મશીન બંધ છે: સ્મીમેરના જરૂરિયાતમંદ દર્દીઓને નવી સિવિલ ખસેડાય છે

સ્મીમેર હોસ્પિટલમાં આવેલ એમ આર આઇ મશીન ફરી એકવખત બંધ થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી એમ આર આઇ મશીન કોઈને કોઈ કારણોસર બંધ થતું રહ્યું છે. જેને કારણે સારવાર લેવા માટે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોય છે. પરંતુ નફ્ફટ તંત્રને તો કંઈ ફરક પડતો નહોય તેવું લાગી રહ્યું છે.મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિટી સ્કેન અને એમ આર આઇ મશીન ખાનગી સંસ્થા ચલાવે છે. જેમાં સારવાર લેવા માટે આવતા દર્દીનું સિટી સ્કેન અને એમ આર આઈ કરવામાં આવે છે. ત્યારે હાલ એમ આર આઈ મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા બંધ થઈ ગયું છે. છેલ્લા ૧પ દિવસથી આ એમ આર આઇ મશીન બંધ છે. જેને કારણે દર્દીને હાલાકી વેઠવી પડી રહી છે. જોકે, સ્મીમેર હોસ્પિટલ દ્વારા જરૂરી દર્દીઓને એમ આર આઇ માટે એમ્બ્યુલન્સના મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સ્મીમેરમાં ચાલતા એમઆરઆઇ મશીનમાં  ટેક્નિકલ ખામી સર્જાતા બંધ થઈ જાય છે. અવારનવાર  આ પ્રકારની ખામી સર્જાતી હોવા છતા તંત્ર દ્વારા ચોક્કસ હું નિરાકરણ લાવવામાં આવતું નથી. ખાનગી કંપની = દ્વારા સ્મીમેર હોસ્પિટલને સીએસઆર અંતર્ગત  એમઆરઆઈ મશીન આપવાનું નક્કી કરાયું છે. પરંતુ ન આ મશીન માટે સ્મીમેર હોસ્પિટલ પાસે જરૂરી સ્ટ્રક્ચર નથી. આ જરૂરી સ્ટ્રક્ચર બનાવવા માટે અનેક વખત  ટેન્ડર પ્રક્રિયા થઈ છે. પરંતુ કોઈ ટેન્ડર નહીં ભરતા આ – સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ અગાઉ જ્યારે ન લોક્સભાની ચૂંટણી દરમિયાન એમઆરઆઇ મશીનમાં ન ખામી સર્જાયા બાદ બંધ થઈ ગયું હતું. ત્યારે તંત્ર દ્વારા  એવું જણાવાયું હતું કે, ચૂંટણીને પગલે આચારસંહિતા 5 હોવાથી ટેન્ડર પ્રક્રિયા થઈ ન શકે. ચૂંટણી પૂર્ણ થયાને  ઘણો સમય વિત્યો હોવા છતાં હજુ સુધી ટેન્ડરિંગના ન માધ્યમથી નવા એમઆરઆઇ મશીન માટેનું સ્ટ્રક્ચર ન બનાવી શકાયું નથી. વહેલી તકે આ સમસ્યાનું  નિરાકરણ આવે તો દર્દીઓને રાહત મળી રહેશે.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!