A2Z सभी खबर सभी जिले कीक्राइमगुजरातसूरत

ભીમપોરમાંથી રદ થયેલી હજાર અને પાંચસોનાં દરની નોટ સાથે ચાર યુવકો ઝડપાયા

નરેશ પટેલ, વિનીત દેસાઈ, મો. સાદિક શેખ અને મનીષ રાજપૂતની ધરપકડ

સુરત, તા. ૨૯ ડુમસ પોલીસે ભીમપોર ગામનાં બાવળ ફળિયામાં રેઇડ કરી સરકાર દ્વારા બંધ કરાયેલી ભારતીય ચલણની રૂ. ૫૦૦ નાં દર ની ૧૪ હજાર નંગ તેમજ ૧૦૦૦નાં દર ની ૫૦૦ નંગ નોટ મળી ૭૫ લાખની રદ કરાયેલી નોટ કબજે કરી ચાર આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે.ડુમસ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ડુમસ પોલીસને બાતમી મળી હતી કે બાવળ ફળિયામાં રહેતાં નરેશ પટેલનાં ઘરે સરકાર દ્વારા બંધ કરાયેલી ચલણી નોટના જથ્થા સાથે સાગરીતો હાજર છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી ભરવાડ સહિતની ટીમ દ્વારા ભીમપોર ગામે બાવળ ફળિયામાં આવેલા મકાન નં. ૧૯૭/૯ માં રેઈડ કરવામાં આવી હતી. ડુમસ પોલીસ દ્વારા ત્યાં હાજર નરેશભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વ. ૫૮, ધંધો. દલાલી, રહે. મકાન નં. ૩ ૧૯૭/૯, બાવળ ફળીયું, ભીમપોર ગામ, સુરત),વિનીત રજનીકાંત દેસાઈ (ઉ.વ. ૩૮, ધંધો. દલાલી, રહે. સી/૯૦૨, વીરભદ્ર હાઇટ્સ, મગદલ્લા વાય જંક્શન પાસે, સુરત) તથા મો. સાદિક મો. સફી શેખ (ઉ.વ. ૪૨, ધંધો. દલાલી, રહે. ઘર નં. ૧૩૮, ખલીફા મહોલ્લો, નાનપુરા, સુરત) અને મનીષ કુમાર મારકન્ડેચસિંહ રાજપુત (ઉ.વ. ૩૬, ધંધો. નોકરી, રહે. ઘરનં. ૬૨, નંદનવન સોસાયટી, નાની ચોવીસી, નવસારી) ને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન તેમની પાસેથી સરકાર દ્વારા બંધ કરાયેલી રૂ. ૫૦૦ નાં દરની ૧૪ હજાર નંગ નોટ અને રૂ. ૧૦૦૦ નાંદરની ૫૦૦ નંગ ચલણી નોટ મળી કુલ ૭૫ લાખની કુલ ૧૪,૫૦૦ નંગ બંધ કરાયેલી ચલણી નોટ કબજે કરવામાં આવી હતી. ડુમસ પોલીસ દ્વારા ચારેય આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ સ્પેશીફાઈડ બેંક નોટ્સ (સેશન ઓફ લાઇબિટી) એક્ટ ૨૦૧૭ની કલમ ૭ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!