સરદાર પટેલ કેળવણી મંડળ વીણા દ્વારા સંચાલિત અમરબા બાલમંદિર, શ્રીમતી એમ પી પટેલ પ્રાથમિક શાળા અને સરદાર પટેલ વિદ્યામંદિર વીણામાં આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં ચાલતા એનએસએસ યુનિટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીણાના સહયોગથી આજરોજ શાળામાં ધોરણ 1 થી12 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીણાના આરોગ્ય અધિકારી, નર્સબહેન અને આશા વર્કર બહેનોની મદદથી શાળાના કુલ 465 વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી હતી અને કૃમિનાશક ગોળીનું શું મહત્વ છે, તે સમજાવવામાં આવ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રશાંત ક્રિશ્ચિયને પ્રાથમિક વિભાગના શ્રીમતી ઉન્નતિબેન પટેલ માધ્યમિક વિભાગના શ્રીમતી મીનાબેન પટેલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રીમતી વૈશાલીબેન પટેલના સહયોગથી એનએસએસ સ્વયંસેવકોને સાથે રાખીને આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું .
2,513