गुजरात
Trending

સિંચાઈ વિભાગનો નાયબ કાર્યપાલક ઈજનેર રૂ. 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

છોટાઉદેપુર ACB એ કાર્યપાલક ઈજનેરને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ તળાવના કામના બિલ મંજૂર કરવા માટે દોઢ લાખ રૂપિયા માગ્યા હતા. અમિત મિશ્રા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર છે. ગુરુકૃપા વિસ્તારમાં ભાડાના નિવાસ સ્થાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટ્રાક્ટર છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા 2022-23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવના કામો કોન્ટ્રાક્ટથી રાખ્યો હતો.આ બંને તળાવના કામો કોન્ટ્રાક્ટરે પૂર્ણ કરી દીધા હતા. જે બંને તળાવના કામો પૈકી ધન્યા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા 2,52000 તેમને ફરિયાદીને ચૂકવી દીધેલ અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા 1,00,000નું બિલ બાકી હતું.ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ બાકી હોય ફરિયાદી ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયા, ત્યારે ભરતભાઈ રાઘવાણીએ આવા કોઈ બિલ બાકી નથી તેમ કહીને કોન્ટ્રાક્ટરને ઓફિસમાંથી કાઢી મુક્યા હતા. આ બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડિલે કરેલ.જ્યાં ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર અમિતભાઈએ કોન્ટ્રાક્ટરને જણાવ્યું કે, ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા 50,000 તથા લિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખ મળી કુલ રૂા.1,50,000ની લાંચ પેટે માંગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!