ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટ ખાતે પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુના તરફથી માલ સામાનનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલ કન્ટેનર ન.જી.જે.૦૬.ક્યુ.ઝેડ.૭૮૧૫ જે સાપુતારાથી શામગહાન ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નાં સાપુતારા ઘાટમાર્ગ નાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કન્ટેનર માર્ગની સાઈડમાં આવેલ પ્રોટેક્શન વોલ ઉપર ચડી જઈ થંભી ગઈ હતી જેથી ઊંડી ખીણમાં ખાબકતા બચી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનરનાં ચેસીસનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ.
2,505